ચોખા ના લોટ ના ખાટીયા ઢોકળા
ગુજરાતી ઓનાં સ્પેશિયલ છે ઢોકળા,આ ઢોકળા ખરેખર બનાવવા ખૂબ સરળ અને ટેસ્ટી છે.
ચોખા ના લોટ ના ખાટીયા ઢોકળા
ગુજરાતી ઓનાં સ્પેશિયલ છે ઢોકળા,આ ઢોકળા ખરેખર બનાવવા ખૂબ સરળ અને ટેસ્ટી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને ઘોઇ સુકવી લો. હવે તેમાં અડદની દાળ ઉમેરીને તેને મિડીયમ ઘંટી માં દળી લો.
- 2
હવે અેક વાસણમાં ગરમ પાણી મૂકી દો.ઢોકડા નું પલાળવા લોટ માં જરૂર મુજબ છાશ અને પાણી નાખી ૬ થી ૭ કલાક રાખો
- 3
હવે ઢોકળીયા માં પાણી મૂકો.ઢોકળા ના આછા માં હળદર, મીઠું, આદું મરચાં ઉમેરીને બરાબર મિક્ષ કરો
- 4
હવે અેક થાળી ઢોકળા થાય તેટલું અેક વાસણમાં લઈ તેમાં ઈનો અને તેની ઉપર ગરમ પાણી નાખી ખૂબ હલાવો
- 5
યાદ રાખો કે ઢોકળા ના બઘા બેટર માં ઈનો કે સોડા ક્યારેય મિક્ષ ન કરો
- 6
બેટર ને હલાવી ને ગ્રીસ કરેલી થાળી માં રેડી ઉપરથી કાળાં તલ અને લાલ મરચું નાખી તેને ૫ થી ૭ મિનિટ માટે સ્ટીમ કરો
- 7
ગરમ ગરમ ચટણી કે સોસ સાથે સર્વ કરો
- 8
આ ઢોકળા માં વઘાર ન કરો તો પણ સરસ લાગે છે'
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ