પાન ટ્રફેલ વિથ ગુલકંદ સેન્ટર
રાંધવાની સૂચનાઓ
- 1
બદામ અને વરિયાળી ને ધીમી આંચ પર 2 મિનિટ શેકી ને ઠંડી થાય એટલે મિક્સી માં પાઉડાર કરી લેવો. તેમાં ગુલકંદ અને રોઝ નું ઍસેન્સે ઉમેરી બરાબર મિક્સ કરવું. તેના નાના ગોળા વાળી ૧૫ મિનિટ ફ્રિજ માં મૂકવા.
- 2
પાન ને કાતર થી બારીક કાપી લેવા.
- 3
એક પેન માં ધીમી આંચ પર કન્દેન્સ મિલ્ક ગરમ થાય એટલે તેમાં કોપરા ની છીણ ઉમેરી ૧ મિનિટ સુધી સાંતળો તેમાં એલચી, પાન અને લીલો રંગ ઉમેરી 2 મિનિટ સુધી સાંતળો.
- 4
હાથ પર ઘી લગાવી પાન નું મિશ્રણ લઇ પાતળું પાથરવું તેના વચે ગુલકંદ નો ગોળો મૂકી બોલ્સ બનાવી લેવા. તેને કોપરા ના બુરા માં રગદોળી લો. પાન ટ્રૂફૂલ ને ફ્રીજ માં ૩૦ મિનિટ મૂકી દેવું.
- 5
પાન ટ્રફલ એકલા પણ સારા લાગે જ છે. પણ તેને વનીલા આઈસ્ક્રીમ અને રૂહ અબ્સા સીરપ સાથે સર્વ કરો તો ખૂબ જ સરસ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10246731











ટિપ્પણીઓ