ચોકલેટ મોહન થાળ

મોહન થાળ એક પરંપરાગત મિઠાઈ છે અને ધણી બધી રીતે બનાવાય છે પણ મારી રીત કંઈ વિશેષ છે કારણ સામાન્ય રીતે એમાં માવો ઉમેરાયો હોય છે પણ મારી રીત માં એમાં મેં દુધ અને મલાઈ ની રબડી ઉમેરી છે અને ચોકલેટ નો સ્વાદ ઉમેર્યો છે

રાંધવાની સૂચનાઓ
- 1
જરૂરિયાત પ્રમાણે બધી સામગ્રી તૈયાર કરી લો એક નોનસ્ટિક કડાઈમાં માપ પ્રમાણે ની ગરમ કરી એમાં માપ પ્રમાણે જાડો ચણા નો લોટ નાખી શેકો
- 2
ધીમા તાપે હલાવી હલકો લાલ રંગ નો શેકો
- 3
અડધું શેકાઈ જાય એટલે એમાં ૨૦૦એમ એલ દૂધ અને ૧/૪કપ મલાઈ નાખી ને બનાવેલી રબડી ઉમેરી ફરી શેકવું બદામી રંગ થાય ત્યાં સુધી શેકો પછી એમાં ૧/૪ કપ કોકો ઉમેરો
- 4
ઠંડુ કરવુ ૨૦૦ગ્રામ ખાંડ માં ૩/૪ કપ પાણી નાખી ૨ તાર ની ચાસણી બનાવો
- 5
ઠંડા થયેલા શેકેલા લોટ માં ગરમ ચાસણી નાખી હલાવો ગેસ પર મુકવાનું નથી પછી ગ્રીઝ કરેલી ડીશ માં પાથરી ઉપર એલચી પાવડર, જાવંત્રી પાવડર, બદામ પિસ્તા ની કતરણ થી સજાવી લો ઠંડુ કરી પીસ કરી લો
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ