રાંધવાની સૂચનાઓ
- 1
મગ દાળ ને 3 થી 4 કલાક માટે પલાળી રાખો. પછી દાળને 2 થી 3 વાર સારા પાણી થી સાફ કરી દાળ, લસણ, લીલું મરચું મિક્સરમાં એકસાથે ક્રશ કરી લેવું. જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી શકાય. બેટર ને થોડું થિક જ રાખવું. ક્રશ કરેલી દાળ ને એક વાસણ માં કાઢી તેમાં સાફ કરેલી પાલક, ધાણા, મીઠું, ચોખા નો લોટ અને સોડા નાખી બરાબર મિક્ષ કરી 10 મિનિટ માટે સાઈડ માં રાખો.
- 2
ત્યાર બાદ નોન સ્ટિક પેન ગેસ પર ગરમ કરવા મુકો પેન ગરમ થાય પછી તેમાં થોડું ઘી મૂકી મગ નું તૈયાર બેટર ધીમે ધીમે પાથરવું. મીડીયમ ગેસ પર ચડવા દેવું.
- 3
એક બાજુ બરાબર ચડી જાય ત્યારબાદ બીજી બાજુ ચડાવી લેવું અને ગરમા ગરમ કોઈ પણ ચટણી, સોસ કે દહીં સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10854656








ટિપ્પણીઓ