મૂળાની ભાજી અને બાજરીનો રોટલો
# શિયાળા વાનગી
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી લો. તેમાં તેલ ગરમ થવા મૂકો. રાઈ જીરું હિંગ નો વઘાર કરો. હવે લસણ નાખો. સમારેલી ભાજી ધોઇને નાખો. ત્યારબાદ હળદર લાલ મરચું અને મીઠું નાખો.
- 2
ભાજી ચડી જાય ત્યારબાદ ચણાનો લોટ ભભરાવો. ત્યારબાદ ડીશ ઢાંકી ને ચણાના લોટને ૧૦ મિનિટ ચડવા દો. હવે મૂળાની ભાજી તૈયાર.
- 3
એક કથરોટ લો. તેમાં ૧ વાટકી બાજરીનો લોટ લો. ત્યારબાદ તેમાં ૧/૨ ચમચી મીઠું અને માપસર પાણી ઉમેરી લોટ મસળો. ત્યારબાદ બે હાથ વડે રોટલો ટીપો અથવા પાટલી પર થોડા કોરા લોટની મદદ લઇ રોટલો થેપો. ત્યારબાદ તાવડીમાં ફાસ તાપે રોટલો શેકો. રોટલાની એક બાજુ એ થોડી ભાત પડી જાય પછી તેની બીજી બાજુ ને શેકો. ત્યારબાદ ફરી પહેલી બાજુને શેકો એટલે રોટલો તૈયાર.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11216732




ટિપ્પણીઓ