રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઓળાના રીંગણા ને ગેસ ઉપર શેકો. શેકાઈ ગયા બાદ ઉપરની છાલ ને કાઢી નાખો. ત્યારબાદ રીંગણાને છુંદી નાખો
- 2
ત્યારબાદ એક તવલુ લો. તેમાં તેલ ગરમ થવા મૂકો. તેલ ગરમ થયા બાદ તેમાં હિંગનો વઘાર કરો.
- 3
ત્યારબાદ તેમાં લસણને ઉમેરો. લસણ બદામી રંગનું થાય ત્યાં સુધી ચેડવો. ત્યારબાદ મરચાં અને લીલી ડુંગળી ઉમેરો. હવે તેને ચડવા દો.
- 4
ત્યારબાદ રીંગણાના છૂંદાને ઉમેરો. ત્યારબાદ હળદર અને મીઠું ઉમેરીને ઓળાને વ્યવસ્થિત રીતે હલાવો. ત્યારબાદ તેના ઉપર કોથમરી ભભરાવો. પછી ગરમ ગરમ સ્વાદિષ્ટ ઓળાને ઘઉં બાજરીની ભાખરી, માખણ અને ગોળ સાથે પીરસો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11222713






ટિપ્પણીઓ