અડદિયા

Mayuri Unadkat
Mayuri Unadkat @mayuri29
Junagadh

#શિયાળા
શિયાળો આવે અને અડદિયા ન બને એ કેમ ચાલે ,ચાલો આજે બનાવીએ અડદિયા
અડદની દાળને કોઈપણ રૂપે ખાવામાં આવે તો તેનાથી શક્તિ જ મળશે. 
અડદમાં ભરપુર માત્રામાં પ્રોટીન હોય છે, આયુર્વેદમાં અડદને ગરમ પ્રકૃતિનું કઠોળ ગણવામાં આવે છે, વળી તેમાં ગરમ ગણાતા વસાણા પણ નાખવામાં આવે છે, માટે શિયાળાની ઋતુમાં તો અડદિયા ખાવા જ જોઈએ, તો ચાલો આજે આપણે અડદિયા બનાવીશું
શિયાળામાં ગુજરાતીઓ અડદિયા ખાવા જ જોઇએ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500ગ્રામઅડદની દાળનો લોટ
  2. 500 ગ્રામખાંડ
  3. ૪૦૦ ગ્રામ ઘી
  4. 25ગ્રામ અડદિયા નો મસાલો
  5. 25 ગ્રામગુંદર
  6. કાજુ બદામ ડેકોરેશન માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ અડદના લોટને ચાળી લો..એક કડાઈમાં ઘી ગરમ મૂકો ઘી ગરમ થઇ જાય એટલે તેમાં અડદનો લોટ નાખી શેકી લો..

  2. 2

    બીજી બાજુ આપણે ખાંડની ચાસણી તૈયાર કરીશું ખાંડ ડૂબે તેટલું પાણી નાંખી ચાસણી તૈયાર કરો

  3. 3

    હવે આપણે લોટ ને બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકતા રેહવું હવે એમાં જ આપણે ગુંદર શેકી લેશો

  4. 4

    લોટ શેકાઈ ગયો છે તો તેને ગેસ ઉપરથી ઉતારી લેશો.. ઠંડું થઈ જાય એટલે ચાસણી ઉમેરી મિક્સ કરી લેશો. ચાસણી નાંખી મિક્સ કરી પછી તેમાં અડદિયા નો મસાલો નાખી શું હવે એક થાળીમાં ઢાળી દો હવે તેને ક્ટ કરી ઉપર કાજુ બદામ નાખી બે કલાક રહેવા દો.

  5. 5

    એક પેન માં ઘી ગરમ કરી તૈયાર કરેલો અડદિયા ઉપર રેડી શું લગભગ એક કલાક પછી આપણું ઘી ઉપર જામી જશે તો હવે તૈયાર છે આપના સ્વાદિષ્ટ અડદિયા તેને સર્વિંગ ડીશમાં લઈ સર્વ કરીશું..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mayuri Unadkat
Mayuri Unadkat @mayuri29
પર
Junagadh
I love cooking 😍
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes