પાલક એન્ડ ધાણા મસાલા પરાઠા

Prerna Desai @cook_17542942
પાલક એન્ડ ધાણા મસાલા પરાઠા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલક ને બરાબર સાફ કરી ગરમ પાણી માં ઉમેરી 3 થી 4 મિનિટ સુધી ઉકાળી લો.
હવે આ બાફેલી પાલક ને મિક્સર માં લઇ તેમાં લસણ,લીલા મરચા,આદુ અને ધાણા ઉમેરી બધું સાથે પીસી લો.
- 2
હવે એક બાઉલ માં ઘઉં નો લોટ લઇ તેમાં સ્વાદ અનુસાર મીઠું,લાલ મરચું,હળદર,ધાણા જીરું, પાલક ની પેસ્ટ અને 2 ચમચી તેલ ઉમેરી મિક્સ કરી જરૂર મુજબ પાણી લઇ લોટ બાંધી લો.
- 3
હવે લોટ બંધાઈ જાય પછી ફરી 1 ચમચી તેલ લઇ લોટ ને મસળી લો.અને 10 મિનિટ સુધી ઢાંકીને મૂકી દો.
- 4
હવે 10 મિનિટ પછી તેમાંથી પરોઠા વણી લો. (તમે મનગમતા શેપ માં ગોળ,ત્રિકોણ કે ચોરસ માં પરાઠા બનાવી શકો છો.) પરોઠા વણાઈ જાય પછી ઘી અથવા તેલ થી બન્ને બાજુ થી તેને શેકી લો.
તો તૈયાર છે હેલ્થી પાલક એન્ડ ધાણા મસાલા પરાઠા...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11333684







ટિપ્પણીઓ