રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકી ચોખા લઈ તેને પાંચથી છ કલાક માટે પલાળી દો. અને તેમાં લીલું નાળિયેર પણ નાખી તેને મિક્સરમાં ક્રશ કરી લો.
- 2
તેમાં જરૂર મુજબ પાણી નાંખી પાતળું મિશ્રણ તૈયાર કરો. અને તેમાં જરૂર મુજબ મીઠું નાખો. ખીરું પાતળું રાખવાનું છે
- 3
હવે એક નોન સ્ટીક પેન લઇ તેમા આ ખીરા વડે ઢોસા ને બનાવો. ત્યારબાદ તેને એક થાળી વડે ઢાંકી દો.
- 4
તૈયાર છે નીર ઢોસા
- 5
હવે ટોપરાની ચટણી બનાવવા માટે લીલા ટોપરાનું નાના પીસ કરી લો ત્યારબાદ તેમાં આદુ-મરચાની પેસ્ટ દાળિયા ની દાળ ખાંડ અને મીઠું નાખી અને દહીં નાખી મિક્સરમાં ક્રશ કરી લો તૈયાર છે ટોપરાની ચટણી
- 6
તૈયાર છે નીર ઢોસા અને ટોપરાની ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11412926















ટિપ્પણીઓ