ચોખાની તીખી સેવ

આપણે કોરા નાસ્તામાં રતલામી સેવ, બિકાનેરી સેવ, આલૂ સેવ, નાયલોન સેવ જેવી વિવિધ પ્રકારની સેવ ખાતા હોઈએ છીએ. આજે હું ચોખાનાં લોટથી બનતી તીખી સેવ બનાવીશ જે ખૂબજ ક્રિસ્પી તથા સ્વાદિષ્ટ બને છે.
ચોખાની તીખી સેવ
આપણે કોરા નાસ્તામાં રતલામી સેવ, બિકાનેરી સેવ, આલૂ સેવ, નાયલોન સેવ જેવી વિવિધ પ્રકારની સેવ ખાતા હોઈએ છીએ. આજે હું ચોખાનાં લોટથી બનતી તીખી સેવ બનાવીશ જે ખૂબજ ક્રિસ્પી તથા સ્વાદિષ્ટ બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખાના લોટને એક બાઉલમાં લઈ તેમાં લાલ મરચું, હળદર, મરી પાવડર, અજમો, મીઠું, હીંગ તથા નવશેકુ ગરમ તેલનું મોણ ઉમેરી લોટને મોઈ લો.
- 2
એક તપેલીમાં પાણી લઈ તેને નવશેકુ ગરમ કરો. થોડું-થોડું પાણી ઉમેરતા જાઓ અને મધ્યમ નરમ સેવ પાડી શકાય તેવો લોટ બાંધો.
- 3
સેવનાં સંચામાં મધ્યમ જાડી સેવની જાળી મૂકી ગ્રીસ કરીને તેમાં બાંધેલો લોટ ભરો.
- 4
એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો, તેલ સરખું ગરમ થાય પછી તેજ આંચે સેવ પાડો. મધ્યમ આંચ કરીને એક બાજુ તળાઈ જાય એટલે ઉલટાવીને બીજી બાજુ તળો. બંને બાજુ તળાઈને ક્રિસ્પી થાય પછી તૈયાર સેવને બહાર કાઢો.
- 5
ઠરે પછી તોડીને એરટાઈટ કન્ટેનરમાં ભરો. આ સેવ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તેને ચા સાથે તથા બાળકોને નાસ્તામાં આપી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોખાની જીરા મસાલા પુરી
#રાઈસઆપણે ઘઉંનાં લોટની મસાલા પુરી તથા મેંદાની ફરસીપુરી તો રેગ્યુલર નાસ્તામાં બનાવતા જ હોઈએ છીએ. તો આજે આપણે ચોખાનાં લોટમાંથી બનતી જીરા મસાલા પુરી બનાવીશુ. જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ગરમાગરમ પુરી ચા સાથે સર્વ કરો. Nigam Thakkar Recipes -
રતલામી સેવ(Sev Recipe in Gujarati)
#GA4#Week9#Fried#Post4સેવ માં પણ વિવિધ જાત ની બનતી હોય છે જેમાં તીખી રતલામી સેવ રાજસ્થાન ની બહુ ફેમસ છે જે મેં બનાવી છે. આ સેવ માં એનાં મસાલા ની જ ખાસિયત છે.મિક્સર કરતાં ખાંડણી માં કૂટી ને નાંખવાથી એની સુગંધ અને સ્વાદ એવા જ રહે છે. Bansi Thaker -
ઈન્સ્ટન્ટ રાઈસ ફ્લૉર મેંદુવડા
#રાઈસઆપણે મેંદુવડા મગની દાળ તથા અડદની દાળ પલાળીને વાટીને બનાવીએ છીએ. ઘણા લોકો ઈન્સ્ટન્ટ બનાવવા માટે સોજીનો ઉપયોગ કરીને બનાવતા હોય છે. પરંતુ આજે રાઈસ કોન્ટેસ્ટમાં હું ચોખાનાં લોટમાંથી ઈન્સ્ટન્ટ મેંદુવડા બનાવીશ જે ખૂબ જ સ્વાદિષ્ટ તથા ક્રિસ્પી બને છે. Nigam Thakkar Recipes -
રાઈસ ફ્લૉર ઉપમા
#રાઈસઆપણે બ્રેકફાસ્ટમાં ઉપમા બનાવીને ખાતા હોઈએ છીએ પરંતુ તે આપણે સોજીમાંથી બનાવીએ છીએ પરંતુ આજે હું ચોખાના લોટમાંથી ઉપમા બનાવીશ જે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે અને મોઢામાં મૂકતા મેલ્ટ થઈ જાય તેવી સરસ બનશે. આ પ્રકારની ઉપમા આંધ્રપ્રદેશમાં બનાવવામાં આવે છે. તે સિવાય કર્ણાટક, તામિલનાડુ, કેરળમાં પણ અમુક જગ્યાએ આ પ્રકારની ચોખાનાં લોટમાંથી બનાવેલી ઉપમા મળે છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
રતલામી સેવ
#ઇબુક૧#૨૭ રતલામી સેવ ટેસ્ટ માં તીખી હોય છે. અને તીખું જેને ભાવતું હોય તે દરેક માટે રતલામી સેવ તેમની ફેવરિટ કહેવાતી હોય છે. Chhaya Panchal -
-
સ્ટફ્ડ સેવ ટામેટાનું શાક
#૨૦૧૯અત્યારે શિયાળામાં ટામેટાં એકદમ ફ્રેશ તથા સસ્તા મળે છે. આપણા બધાનાં ઘરમાં ટામેટાનો સૂપ તથા સલાડ તરીકે તેનો ઉપયોગ કરીએ છીએ. શિયાળામાં વિવિધ પ્રકારનાં ભરેલા શાક તો આપણે બનાવતા જ હોઈએ છીએ તો આજે હું સેવ ટામેટાનાં શાકને નવી જ રીતે પ્રસ્તુત કરીશ. જે રેગ્યુલર શાક કરતા દેખાવમાં તો અલગ છે પરંતુ સ્વાદમાં પણ લાજવાબ બને છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
વઘારેલા મમરા
આપણે કોરા નાસ્તામાં વઘારેલા મમરા કે સેવ મમરા ખાતા હોઈએ છીએ. આ સિવાય ભેળપુરી, ચટપટી, ચીક્કી જેવી વાનગીઓ મમરામાંથી બનાવીએ છીએ. ગુજરાત સિવાય બાકીનાં પ્રદેશમાં તે અલગ-અલગ નામથી ઓલખાય છે જેમકે મુરમુરે, મુરી, મૂઢી અને મુરાઈ. તેને englishમાં puffed rice કહેવાય છે. બાંગ્લાદેશ અને નેપાળમાં મમરાનો ઉપયોગ સ્ટ્રીટફૂડ તરીકે થાય છે. જ્યારે ગુજરાત તથા મુંબઈમાં પણ તેને ભેળ રૂપે પીરસવામાં આવે છે. તો આજે આપણે વઘારેલા મમરાની રેસિપી જાણીશું. Nigam Thakkar Recipes -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
સેવ બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બને છેમે આજે બટાકા પૌવા મા રતલામી સેવ છાંટી એ છે એ બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB4#week4 chef Nidhi Bole -
-
તીખી પૂરી
#RB14નાસ્તામાં બનતી તીખી પૂરી, તે નાના મોટા સૌ ને ભાવે, જમવામાં અને નાસ્તામાં ચાલે અને પેટભરાય તેવી Bina Talati -
મિક્ષ. વેજ ફાડા ખીચડી
#કૂકર #indiaવિવિધ પ્રકારના શાકભાજી તથા ઘઉંના ફાડામાંથી બનતી સ્વાદિષ્ટ અને હેલ્થી ખીચડી. Nigam Thakkar Recipes -
-
લાલ મરચાંની તીખી ચટણી
#માસ્ટરક્લાસથોડા દિવસ અગાઉ આપણે લાલ મરચાંની ખાટી-મીઠી ચટણી તથા કોઠાની ચટણી બનાવતા શીખ્યા તો આજે હું બનાવીશ ફ્રેશ લાલ મરચામાં ટામેટા, આદુ, કોથમીર ઉમેરીને તીખી ચટણી જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ રેસીપી. Nigam Thakkar Recipes -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#CB4#makeitfruity#CDYચણાના લોટનો ઉપયોગ કરીને અલગ-અલગ સેવ બનાવવામાં આવે છે. જેમ કે તીખી સેવ, મોળી સેવ, આલૂ સેવ, લસણની સેવ તેમજ રતલામી સેવ. રતલામી સેવ ટેસ્ટમાં તીખી હોય છે, પરંતુ તેને ખાવાની મજા કંઈક અલગ જ છે. આપણે બધા મોટે ભાગે રતલામી સેવ બહારથી લાવીએ છીએ. પેકેટની સેવ કરતાં ઘરે બનાવેલી સેવ ખાવાની મજા આવશે. Juliben Dave -
પાલક ની ચકરી
#લીલીI'm Popeye the sailor man.I'm Popeye the sailor man.I'm strong to the finich, cause I eats me spinach.I'm Popeye the sailor man.આપણે બધાએ નાના હોઈશું ત્યારે પોપઆઈ ધ સેલર મેન કાર્ટૂન જોયું જ હશે જેમાં પોપઆઈ નામનો કાર્ટૂન કેરેક્ટર પાલક ખાઈને બ્લુટો જેવા દુશ્મનોને મારતો હતો અને પોતાની ગર્લફ્રેન્ડ ઓલિવને ઈમ્પ્રેસ કરતો હતો. આ કાર્ટૂન એક સુંદર સંદેશ આપે છે તેને જોઈને બાળકો ખુશ થઈને પાલક ખાવા માટે પ્રેરાય છે. તો આજે આપણે પાલકનાં ફાયદા તથા તેમાંથી બનતી રેસિપી વિશે જાણીશું.લીલી પાલકની ભાજીમાં ઘણું બધું ફોલેટ રહેલું છે જે લોહીના ઉત્પાદનમાં વધારો કરે છે. જેમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામીન A, વિટામીન K સારા પ્રમાણમાં છે. તેમાંથી શરીરને પૂરતા પ્રમાણમાં જરૂરી પોષકતત્વો મળી રહે છે. તેમાં માઈલ્ડ ફ્લેવર હોવાથી વિવિધ પ્રકારનાં ફળો અને શાક સાથે સહેલાઇથી મિક્સ કે સ્મૂધીમાં બ્લેન્ડ કરી શકાય છે. આ અત્યંત ગુણકારી પાલકમાંથી ઘણીબધી વાનગીઓ બનાવી શકાય છે. લીલી કોન્ટેસ્ટમાં આપણે પાલકમાંથી બનતા વટાણા, પાલક કોથમીર વડાની રેસિપી જાણી અને તેમાં આપ સર્વે મેમ્બર્સનો અદભૂત પ્રતિસાદ મળ્યો તેથી આજે હું ફરીથી બાળકો માટે પાલકમાંથી બનતા કોરા નાસ્તાની રેસિપી લઈને આવ્યો છું, આશા રાખું છું આ પણ આપ સર્વેને ગમશે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
તીખી સેવ(tikhi sev recipe in gujarati)
તીખી સેવ જે ચણા ના લોટ અને આપડા રેગ્યુલર મસાલા માંથી બને છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે નાસ્તા માં પણ વપરાય છે અને તીખી સેવ ને 15 દિવસ માટે સ્ટોર કરીને રાખી શકીએ છીએ.#સુપરશેફ2#માઇઇબુક# પોસ્ટ૨૨ Sonal Shah -
ચટપટા મટર નમકીન
#કઠોળઆપણે મૂવી જોવા જઈએ ત્યારે પોપકોર્ન, સીંગ-ચણા કે વટાણા ખાતા હોઈએ છીએ. તો આજે આપણે મસાલવાળા વટાણા બનાવતા શીખીશું, જે એકદમ ક્રન્ચી ટેસ્ટી બને છે. Nigam Thakkar Recipes -
ઇન્દોરી સેવ પરાઠા
#પરાઠાથેપલાસેવ પરાઠા એ ઇન્દોરની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. ત્યાંના લોકો પરાઠા માં રતલામી સેવ અથવા તો બિકાનેરી સેવ નો ઉપયોગ કરીને પરાઠા બનાવે છે.સેવ ની ઓપ્શનમાં તે લોકો તીખી મમરી અને મિક્સ ચવાણા નો પણ ઉપયોગ કરે છે.... આ પરાઠા ખુબજ ક્રન્ચી અને સ્પાઈસી લાગે છે તો આજે કંઈક નવા ચટપટા પરોઠા ટ્રાય કરીએ.... Neha Suthar -
દહીંની ચટણી
#મિલ્કી આપણે રોજબરોજ ફરસાણ સાથે તથા જમવાની સાથે વિવિધ પ્રકારની ચટણી ખાતા જ હોઈએ છીએ, તો આજે આપણે શીખીશું એકદમ ઝડપથી બની જાય તેવી સ્વાદિષ્ટ દહીંની ચટણી. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
મસાલા જીરા પૂરી (Masala Jeera Poori Recipe In Gujarati)
#FFC7કોરા નાસ્તામાં અવારનવાર બનતી મસાલા જીરા પૂરી. Dr. Pushpa Dixit -
સંચળ-મરી સેવ(Black Salt and pepper Sev recipe in Gujarati) (Jain)
#MDC#Nidhi#Jain#sev#namkin#koronasto#chanalot#CookpadIndia#COOKPADGUJRATI હું નાની હતી ત્યારથી જ અમારા ઘરમાં કોરા નાસ્તા માં આ સેવ બને છે. અમારા ઘરમાં બધાને આ સેવ ખૂબ જ પસંદ છે. સેવ એ કોઈકને સામાન્ય વાનગી લાગતી હશે પરંતુ મારા મમ્મી જે રીતની સેવ બનાવતા હતા તે રીત નાં સ્વાદ ની હજુ પણ ક્યાંય ચાખી નથી, અને મારાથી પણ ગમે તેટલા પ્રયત્નો કર્યા મમ્મી જેવી સેવ બનતી નથી. મારા કાકા તથા મામા નાં ઘરે પણ હંમેશા મમ્મી ની બનાવેલી સેવ ની માગણી રહેતી, એવી સરસ સેવ બનાવતી હતી. છેલ્લા 10 મહિના થી મમ્મી પથારીવશ છે, આથી 10 મહિના થી એ સેવ નાં સ્વાદ ને અમે બધાં ખૂબ યાદ કરીએ છીએ. આ રેસિપી હું મારા મમ્મી ને સમર્પિત કરું છું. એ આસેવ લાકડાંનાંસંચામાં બનાવતી હતી, મેંઅહીં પિત્તળ નાં સંચા નો ઉપયોગ કરી ને બનાવી છે. આ સેવ બનાવીને એર ટાઈટ ડબ્બામાં ભરી રાખીએ તો લગભગ ૧૫ દિવસ સુધી સાચવી શકાય છે. Shweta Shah -
મસાલા મૂન નમકીન
#મેંદાઆપણે કોઈપણ નમકીન શોપ પર જઈએ ત્યાં આ નમકીન કાજુ શેપમાં કે મૂન શેપમાં મળે છે. આ મેંદાથી બનતો એક ક્રિસ્પી તથા ટેસ્ટી નાસ્તો છે. જે બાળકોને ખૂબ જ ભાવે છે. Nigam Thakkar Recipes -
-
રાજસ્થાની પાપડ કી સબ્જી
#મિલ્કી આપણે જમવાની સાથે અડદનાં પાપડ અથવા ચોખાનાં પાપડ ખાતા જ હોઈએ છીએ. જ્યારે ઘરમાં કોઈ શાક ન હોય ત્યારે કંઈક સ્વાદિષ્ટ શાક ખાવાની ઈચ્છા થાય તો આપણે પાપડનું શાક બનાવી શકીએ છીએ, જે રાજસ્થાની રેસિપી છે અને ઝડપથી બની જાય છે તથા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
ચકરી
#ગુજરાતી મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં વિવિધ પ્રકારના લોટમાંથી ચકરી બને છે, ઘણા લોકો ઘઉંનાં લોટ ની પોટલીવાળી વરાળથી બાફીને બનાવે તો કોઈ ચોખાનો લોટ અને અડદની દાળ માંથીબનાવે. મહારાષ્ટ્રમાં ચકરી ને ચકલી અને દક્ષિણ ભારતમાં મુરુક્કુ કહે છે. આજે હું ચોખાનો લોટ અને મેંદાથી બનતી ચકરી ની રેસિપી પોસ્ટ કરું છું, સ્કૂલે જતાં બાળકોને લંચ બોક્ષમાં પણ આપી શકો છો. Nigam Thakkar Recipes -
તીખી સેવ
#તીખી સેવ બધા જ બનાવે જ છે. પણ મેં આજે તીખી કોન્ટેસ્ટ માટે મરી નો પાવડર,અને લાલ મરચું પાવડર નાખી ને સેવ બનાવી છે. જે આપણે સાદી સેવ કરતા જુદી છે.અને આપણે ખાઈએ ત્યારે મરી નો સ્વાદ આવે છે. સાથે હિંગ એટલે વધારે ટેસ્ટી લાગે છે.અને ઝડપી બની જાય છે. Krishna Kholiya -
-
રાઈસ ચીઝ બોલ્સ
#રાઈસહેલો, ફ્રેન્ડ્સ આજે હું રાઈસ માંથી ક્રિસ્પી અને ટેસ્ટી બોલ્સ બનાવીશ જેમા ચીઝ નાખશું બાળકોને ચીઝ ખૂબ જ પસંદ હોય છે જેથી રાઈસ ચીઝ બોલ્સ બનાવીશ. Falguni Nagadiya -
જાડી સેવ
#સુપરશેફ2#ફલોર રેસિપીમને આ સેવ નાનપણ થી જ ખૂબ ભાવતી...ખાસ દિવાળી માં આ સેવ બનતી...અને હવે હું જાતે બનાવતા શીખી ગઈ Swara Mehta
More Recipes
ટિપ્પણીઓ (2)