ગાર્લીક રોસ્ટેડ બ્રોકોલી

આપણાં ગ્રુપમાં અત્યારે સરસ મઝાનાં
સ્ટાર્ટર પીરસાઈ રહ્યાં છે, તો મને થયું લાવ હું પણ કાંઈક કોન્ટ્રીબ્યુટ કરું.
ફ્રિજ ખોલીને જોયું તો એક બ્રોકોલી હતું. બસ, બીજું શું જોઈએ? બીજું જોઈએ તો વાટેલું સૂકું લસણ, તેલ, કાળામરી પાવડર, લીંબુનો રસ,મીઠું અને હા, ઓવન. (માઇક્રોવેવ હોય તો બેસ્ટ.)
બ્રોકોલીને જ્યારે પ્રોપર ટેમ્પરેચર પર રોસ્ટ કરવામાં આવે ત્યારે તમે રહેલી નેચરલ સુગર કેરેમલાઈઝડ થઈને બ્રોકોલીનો મસ્ત ફ્લેવર આપે છે અને તેને ક્રિસ્પી બનાવી દ્યે છે. અને સાથે જ વાટેલું લસણ તેના એરોમાં અને ટેસ્ટને એક સ્ટેજ ઊપર લઈ જાય છે. તો હવે રાહ શેની?
આવો બનાવીએ.

રાંધવાની સૂચનાઓ
- 1
ઓવનને 200℃ પર દસ મિનીટ માટે પ્રિ-હિટ કરી રાખો.
- 2
બ્રોકોલીને નળ નીચે વહેતાં પાણીમાં બરાબર ધોઈ, કિચન ટોવેલથી સાફ કરી કોરું કરી લેવું.
- 3
એક મોટાં બાઉલમાં બ્રોકોલી લઈ તેમાં તેલ, મીઠું અને મરી પાવડર ભેળવી પંદર મિનીટ સુધી રહેવા દઈ મેરીનેટ કરી લેવું.
- 4
આ બ્રોકોલીનાં ફ્લોરેટ્સ હાથેથી તોડી છુટા કરી લેવા અને એક બેકિંગ ડીશમાં બ્રોકોલી સિંગલ લેયરમાં પાથરી 200℃ પર 15 મિનીટ સુધી બેક થવા મુકો.
- 5
વચ્ચે એક વખત બ્રોકોલી ફ્લોરેટ્સને પલટાવી તેની ઉપર ચીલી ફ્લેક્સ છાંટો.
- 6
મસ્ત મજાની ક્રિસ્પી બ્રોકોલીને સર્વિંગ ડીશમાં લઈ ઉપર લીંબુનો રસ નીચોવી તુરંત જ પીરસો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ