લેયર્ડ બ્રેડ પુડિંગ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક નોન સ્ટિક પેન લો અને ગેસ ચાલુ કરો.
- 2
હવે તેમાં ૧/૪ કપ ખાંડ ઉમેરો અને ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવ્યા કરો. ખાંડ ઓગળી જાય એટલે તેને તરત જ ૬ ઇંચ ના મોલ્ડ માં રેડી દો અને ઠંડુ થવા દો.
- 3
હવે બીજું એક નોન સ્ટિક પેન લઈ ગેસ ચાલુ કરો. તેમાં ૧ અને ૧/૨ કપ દૂધ ઉમેરો.
- 4
દૂધ ગરમ થાય એટલે તેમાં ખાંડ અને (વેનીલા કસ્ટર્ડ પાવડર અને પાણી) નું મિશ્રણ ઉમેરો અને થોડી વાર તેને હલાવો.
- 5
હવે તેમાં બ્રેડ નો ભૂકો ઉમેરો અને બરાબર હલાવી લો. બધું મિક્સ થઈ જાય એટલે તેને મોલ્ડ માં લઇ લો.
- 6
હવે બીજું લેયર તૈયાર કરવા માટે ફરી થી નોન સ્ટિક પેન લો અને ઉપર પ્રમાણે જ બધુ કરો... (ફક્ત કસ્ટર્ડ પાવડર સ્ત્રોબેરી લેવાનો.
- 7
હવે આ મિશ્રણ ને વેનીલા વાળા મિશ્રણ ની ઉપર પાથરી દો.
- 8
હવે મોલ્ડ ને સિલ્વર ફોઈલ થી ઢાંકી ૩૫-૪૦મિનિટ માટે કુકર માં સ્ટીમ કરી લો.
- 9
થઈ જાય એટલે ગેસ બંધ કરી પુડિંગ થોડું ઠંડુ થાય એટલે ઉનમોલ્ડ કરી ઉપર ફુદીના ના પાન થી ગાર્નિશ કરી કટ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes





ટિપ્પણીઓ