રાંધવાની સૂચનાઓ
- 1
સ્ટફિન્ગ - એક મોટા વાડકા માં સ્ટફિન્ગ ની બધી સામગ્રી મિક્સ કંઈને સ્ટફિન્ગ તૈયાર કરી દો અને બાજુ માં રાખો। આપ ઈચ્છો તો ફ્રીઝ માં ઠંડુ થવા પણ મૂકી શકો છો।
- 2
સફેદ ચીઝ સોસ - એક રાંધવા ના વાસણ માં માખણ લો, આ પિઘલે એટલે એમાં મેદો ઉમેરો, ૨ મિનિટ સેકો સતત હલાવી ને। પછી દૂધ ઉમેરતા જાવ થોડું થોડું કરીને ધ્યાન રાખવું કે મૈંદા ના ગાંગડા ના રહે। ૧ મિનિટ લાગશે આને । છેલ્લે છીણેલું ચીઝ ઉમેરો અને હલાવો જ્યાં સુધી ચીઝ મેલ્ટ નથી થતું ત્યાં સુધી । એક્દુમ લીસ્સો હોવો જોઈએ આ સોસ । હેન્ડ બ્લેન્ડર નો ઉપયોગ કરી લેવો જો ગાંગડા લાગે તો.
- 3
હવે એક પીરસવા ની થાળી માં પાણી પુરી લો, એને વચ્ચે થી હળવા હાથે કાણું પાડો। એમાં સ્ટફિન્ગ ભરો। સ્ટફિન્ગ ભર્યા પછી છીણેલું ચીઝ નાખો, આ તો સૌ સૌ ની પસંદ છે કોઈ ઓછું ચીઝ નાખે કોઈ વધારે એટલે ચીઝ કેટલું નાખવું આ તો આપણી ઈચ્છા મુજબ। હવે છેલ્લે ચીઝ સોસ રેડો। પાણી પુરી સજવા માટે ઉપર થી ચીલી ફ્લેક્સ અને ધાણા નાખો.
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ (6)