પનીર ભૂર્જી મિક્સ રાઈસ (Paneer bhurji rice recipe in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં એક તપેલી માં ૪ કપ જેટલું પાણી ગરમ કરવા મૂકો. તેમાં પલાળી ને નીતાલેર ચોખા ને નાખો તેમાં ૧ નાનો ટુકડો તજ અને ૨ લવિંગ પણ નાખો.અડધી ચમચી મીઠું અને ૪ ૫ ટીપા લીંબૂ નો રસ ઉમેરો.ચોખા ને સરસ રીતે ચડવા દો.બધું પાણી બળી જાય એટલે ગેસ બંધ કરો.રાંધેલા ભાત ને એક થાળી માં છૂટો પાડી ઠંડો પડવા દો.એટલે બધા દાણા છૂટા રહેશે.
- 2
હવે ગેસ નીફ્લેમ્ પર કડાઈ માં ઘી ગરમ કરવા મુકો.ગરમ થાય એટલે જીરું નો વઘાર કરો.જીરા નો વઘાર કર્યા પછી ડુંગળી અને મરચા નાખી ૩ થી ૪ મિનિટ શેકો.પછી આદુ લસણ ની પેસ્ટ નાખી ૫ મિનિટ થવા દો.હવે આમાં ટામેટા અને પનીર ની મેશ કરી ને નાખો અને બધું બરાબર મિક્સ કરો અને હલાવતા રહો.૧૦ મિનિટ પછી ગેસ પર થી ઉતારી લ્યો. અને અડધી ચમચી ગરમ મસાલો નાખો.આ પનીર ભુરજી તૈયાર.
- 3
આ પનીર ભુર્જી માં તૈયાર કરેલ ભાત ને બરાબર મિક્સ કરી લો.હવે ભાત ને ગેસ પર રાખવા ની જરૂર નથી.બરાબર મિક્સ થઈ જાય પછી સરવીંગ પ્લેટ માં લઇ કોથમીર વડે ગાર્નિશ કરી દહી સાથે ખાવાની મજા માણો.
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ