કાલાજામ (Kala jam recipe in gujrati)

કાલાજામ (Kala jam recipe in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ ને ઉકાળી લો અને સહેજ ઠંડુ પડે એટલે તેમાં લીંબુ નો રસ નાખી દૂધ ફાડી લો. અને મલમલ ના કપડાં મૂકી પનીર કાઢી લો.
- 2
પનીર ને પાણી થી ધોઈ નાખો. હવે માવો છીણી લો અને તેમાં પનીર નાખી મસળી લો. રવા ને થોડાક દૂધ માં ૧૦ મિનિટ માટે પલાળી ને તેમાં નાખવો.
- 3
હવે તેમાં મેંદો,સોડા અને ખાંડ નાખી બધુ બરબર મિક્સ કરી લો.
- 4
હવે તેને થાળી માં પાથરી ૪ ભાગ કરો.૩ ભાગ એક બાજુ અને બાકી ના ૧ ભાગ માં પીળો કલર નાખી મિક્સ કરી લો.
- 5
હવે નાના ભાગ માંથી ગોળીઓ વાળી લો અને એટલી જ ગોળીઓ મોટા ભાગ માંથી વાળો. મોટી ગોળી માં વચ્ચે ખાડો કરી નાની ગોળી તેમાં મૂકી દો અને તિરાડ ના રહે તેમ ગોળી વાળી લો.
- 6
હવે એક પેન માં ઘી ગરમ કરી બધી ગોળીઓ તળી લો.
- 7
હવે એક બીજું પેન લઈ તેમાં ખાંડ ઓગળે એટલું પાણી લઈ ખાંડ ઓગળે અને સહેજ ઉકલે એટલી ચાસણી તૈયાર કરી લો. પછી તેમાં ગરમ ગરમ ગોળીઓ નાખી તેને ૫-૬ કલાક રહેવા દો.
- 8
પછી ગોળીઓ ને ચાસણી માંથી બહાર કાઢી એક થાળી ના ઢળતી મૂકી દો એટલે વધારા ની ચાસણી નીકળી જાય.
- 9
હવે કાલાજમ ને કોપરા ના છીણ માં રગદોળી લો અને સર્વ કરતી વખતે વચ્ચે થી કાપી ને વચ્ચે પિસ્તા કે ઈલાયચી નો દાણો મુકવો.
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ (2)