પાનકમ (pannakam recipe in Gujarati)

Krupa savla @cook_11908919
#goldenapron3
#વીક 16
#શરબત
આ શરબત ખાસ કરી ને રામનવમી અને નરસિંહમ જયંતિ પર બનાવા માં આવે છે.ભગવાન નરસિંહમ દેવ ને આ શરબત બહુ જ પ્રિય છે.
પાનકમ (pannakam recipe in Gujarati)
#goldenapron3
#વીક 16
#શરબત
આ શરબત ખાસ કરી ને રામનવમી અને નરસિંહમ જયંતિ પર બનાવા માં આવે છે.ભગવાન નરસિંહમ દેવ ને આ શરબત બહુ જ પ્રિય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો.હવે 500મીલી લીટર પાણી માં દેશી ગોળ નાખો.
- 2
હવે તેમાં આદુ ખમણી ને નાખો.પછી એલચી અને મરી નો ભૂક્કો કરી નાખો.
- 3
હવે તેમાં લીંબુ નો રસ નાખો.અને સરખું હલાવી લો જેથી ગોળ ઓગળી જાય.હવે પાનકમ ને 30મીનીટ ઢાંકીને રાખી દો.
- 4
30મીનીટ પછી પાનકમ ને સરખું હલાવી ને ગાળી લો.અને ભગવાન નરસિંહમ દેવ ને તુલસીદલ સાથે ભોગ ચઢાવો.
- 5
તૈયાર છે પાનકમ શરબત.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12435701















ટિપ્પણીઓ (3)