પનીર ભૂર્જી અને બટર નાન અને આમરસ
રાંધવાની સૂચનાઓ
- 1
નાન માટે પહેલા એક પરાશ માં લોટ લ્યો એમાં ઇન્સ્ટન્ટ યેસ્ટ, ખાંડ, મીઠું, કલોનજી, તેલ નાખી દૂધ થી લોટ બાંધી લ્યો અને ૧/૨ કલાક માટે મૂકી દ્યો. ત્યારબાદ એક પેન માં તેલ ગરમ કરો તેમાં જીરું હિંગ નાખી આદું લસણ ની પેસ્ટ નાખી હલાવો. ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો અને સરસ રીતે હલાવો પછી ટામેટાં અને બધાં મસાલા નાખી થોડું પાણી નાખી ચડાવો. છેલ્લે પનીર નાંખી મિક્સ કરો જમતી વખતે કોથમીર ભભરાવી અને લીંબુ નો રસ નાખી સર્વ કરો. નાન માટે નાન નો લોટ ડબલ થઇ જાય એટલે એને મસળી લૂઆ પાડો ને લંબગોળ વણી.
- 2
રોટલી ની જેમ શેકવું અને બટર માં કોથમીર નાખી ગરમ નાન માં ચોપડો અને ગરમ ગરમ ભુર્જી અને કેરી નાં રસ સાથે પીરસો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12520178









ટિપ્પણીઓ