આમ પાપડ (Aam Papad Recipe in Gujarati)

#કૈરી આ કેરીના રસથી કરેલ છે અને એકદમ ઓર્ગેનિક છે જેમાં મેં કોઈપણ વસ્તુ એડ કરેલી નથી સિવાય કે એક કેરી ખાટી હોવાથી અડધી ચમચી સુગર એડ કરી છે
આમ પાપડ (Aam Papad Recipe in Gujarati)
#કૈરી આ કેરીના રસથી કરેલ છે અને એકદમ ઓર્ગેનિક છે જેમાં મેં કોઈપણ વસ્તુ એડ કરેલી નથી સિવાય કે એક કેરી ખાટી હોવાથી અડધી ચમચી સુગર એડ કરી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પાકી કેરી લઈ ને તેને ધોઈને કટકા કરી મિક્સર માં ક્રશ કરીતે રસને એક ડીશમાં પ્લાસ્ટિક પેપર રાખી તેના ઉપર ઘી ચોપડીનેરેઙી દેવો ત્યારબાદ તેને તડકામાં સૂકવવા માટે મૂકી દેવો
- 2
ફરી બીજે દિવસે તેવી જ રીતે એક કેરી લઈને તેને ધોઈ ને મિક્સર માં ક્રશ કરવું અને તેરસને આપણે જે ડીશમાં રસ સુકવેલ છે તેના ઉપર જબીજો થર કરવો દાળના કઙછા જેટલો રસ લેવો જેથી જલદી સુકાય જાય આજે કેરી ખાટી હોવાથી મેં અડધી ચમચી ખાંડ ઉમેરી છે મીઠી કેરી હોય તો બેટર કે ખાંડનો ઉમેરો
- 3
ફરી ત્રીજા દિવસે કેરી લઈ ને ધોઈ અને કટકા કરી મિક્સરમાં ક્રશ કરી રસ કાઢી સુકવેલ છે તે ડિશમાં ફરી ત્રીજો થર કરવો અને તડકે સુકવવું હવે તે થર જાડો થઈ ગયો છે એક દિવસ તેને તડકામાં રાખીને લઈ લેવું.
- 4
પછી તેને છરી વડે ચેક કરી લેવું કે તે સુકાઈ ગયો છે કે નહીં જો તે સુકાય ગયું હોય તો તેમાંથી પ્લાસ્ટિક કાઢીને એક ડીશ માં તે પાપડને રાખી દેવો પછી તેના પીસ કરવા મેં કટલેસના મોલઙ વઙે અને નાની પ્લાસ્ટિકની બોટલના ઢાંકણા વડે પીસ કરેલ છે.
- 5
આમ પાપડને તમે ઓર્ગેનિક છે એટલે ૩ થી ૪ દિવસ ફીજ વગર પણ રાખી શકો અને ફીજમા એક વીક સુધી રાખી શકો છો કારણ કે આમાં દૂધ એડ કરેલ નથી એટલે બગડવાનું નથી જો તમારે વધારે જાડો થર કરવો હોય તો એક એક દિવસે કેરીનો રસ કાઢીને થર ઉપર થર કરતું રહેવું એટલે તે જાડો થઈ જશે તો તૈયાર છે સર્વ કરવા માટે મારો મીઠો આમ પાપડ જે તમે એમનેમ જ ખાઈ શકો છો.
Keywords
Similar Recipes
More Recipes
- બમિઁઝ ખાઉસવે (Burmese khowsuey Recipe In Gujarati)
- મેંગો આલમ્ન્ડ સંદેશ પાના કોટા (Mango Almond Sandesh Panna Cotta Recipe In Gujarati)
- ડ્રાયફ્રૂટ કેસર મેંગો પેંડા (DryFruit Kesar Mango Penda Recipe in Gujarati)
- મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)
- મેથી લછ્છા પરાઠા (Methi Lachcha paratha Recipe in Gujrati)














ટિપ્પણીઓ