મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat

#કૈરી
# ઉનાળો આવે ત્યારે કેરીની સીઝન પણ હોય,કેરીમાંથી આપણે ઘણી બધી વાવગીઓ બનાવીયે છીએ.કેક નાના - મોટા દરેકને ગમે છે એટલે મેં મેંગો પલ્પથી આ કેક તૈયાર કર્યુ છે જેને મેં વ્હીપ ક્રીમથી સજાવીને સર્વ કર્યુ છે, આ મેંગો કેકને તમે વ્હીપ ક્રીમ વગર પણ બનાવી શકો છો

મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)

#કૈરી
# ઉનાળો આવે ત્યારે કેરીની સીઝન પણ હોય,કેરીમાંથી આપણે ઘણી બધી વાવગીઓ બનાવીયે છીએ.કેક નાના - મોટા દરેકને ગમે છે એટલે મેં મેંગો પલ્પથી આ કેક તૈયાર કર્યુ છે જેને મેં વ્હીપ ક્રીમથી સજાવીને સર્વ કર્યુ છે, આ મેંગો કેકને તમે વ્હીપ ક્રીમ વગર પણ બનાવી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
5 વ્યક્તિ
  1. 2નંગ પાકી કેરી
  2. 1કપ મેંદો
  3. 1/4કપ તેલ(મગફળી તેલ સિવાય કોઈ પણ તેલ)
  4. 1કપ દળેલી ખાંડ (સ્વાદ અનુસાર)
  5. 1/2કપ દૂધ
  6. 1ટીસ્પૂન બેકિંગ પાઉડર
  7. 1/2ટીસ્પૂન બેકિંગ સોડા(ખાવાનો સોડા)
  8. 1ટીસ્પૂન મેંગો એસેન્સ
  9. 2-3ટીંપાં પીળો ફુડ રંગ (ઓપ્શનલ)
  10. 2ટેબલસ્પૂન બદામ અને પિસ્તાની કતરણ
  11. ગાર્નિશિંગ માટે-
  12. વ્હીપ કરેલી વ્હીપ ક્રીમ
  13. પુદીના પત્તા
  14. પાકી કેરી

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાકી કેરીને પાણીથી ધોઈ, છોલીને,કાપીને એક મિક્સરના જારમાં પીસીને પ્યુરી બનાવી દો.

  2. 2

    એક બાઉલમાં બનાવેલી મેંગો પ્યુરી, દળેલી ખાંડ ઉમેરી મિક્સ કરો.

  3. 3

    ત્યાર બાદ તેમાં તેલ ઉમેરી મિક્સ કરો.

  4. 4

    પછી તેમાં મેંદો થોડો થોડો ઉમેરી મિક્સ કરી દૂધ,મેંગો એસેન્સ ઉમેરી મિક્સ કરો.

  5. 5

    છેલ્લે બેકીંગ પાઉડર અને બેકીંગ સોડા ઉમેરી બરાબર મિકસ કરી બેટર તૈયાર કરી લો.

  6. 6

    એક નાનું ગોળ મોલ્ડને ઘી થી ગ્રીસ કરી તેમાં તૈયાર કરેલ કેકનું બેટર ભરીને ઉપર પિસ્તાની કતરણ અને બદામની કતરણ નાખીને,180° પર પ્રિહિટ ઓવનમાં 35 મિનિટ બેક કરવા મૂકો.પ્રિહિટ પેનમાં પણ રેતી કે મીઠું નાખીને સ્ટેન્ડ પર મોલ્ડને મૂકી બેક કરી શકાય.

  7. 7

    બેક કરેલ કેકમાં ટુથપેસ્ટ અથવા ચપ્પુથી ચેક કરી લો કેક બેક થયું છે કે કેમ જોઈ લો, અને કેક સહેજ ઠંડુ પડે એટલે મોલ્ડમાંથી બહાર કાઢી લો.

  8. 8

    તૈયાર મેંગો કેકને કાપીને વ્હીપ ક્રીમ,પુદીનાના પાન અને સ્કુપ કરેલી પાકી કેરીથી ગાર્નિશિંગ કરીને સર્વ કરો. તૈયાર છે મેંગો કેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Israni
Harsha Israni @cook_14344309
પર
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

Similar Recipes