હની ચીલી પોટેટો
# આલુ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક વાસણમાં માં થોડું મીઠું વાળું પાણી બનાવી તેમાં બટેટા ની છાલ કાઢી તેને ફ્રેન્ચ ફ્રાઈસ ના શે પ માં કટ કરી પલાળી રાખો. એક વાસણમાં માં થોડો કોર્ન ફ્લોર અને મેંદો લઇ તેમાં મીઠું, લાલ મરચું, આદુ લસણ ની પેસ્ટ નાખો અને તેની બટેટા ને કોટ કરી શકો તેવી જાડી સલારી બનાવો. હવે તેમાં બટેટા ને નીતારી ને નાખો. અને સરખા કોટ કરી તેને ગરમ તેલ માં મિડિયમ તાપે ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો. હવે એક પેનમાં થોડું તેલ લઇ તેને આદુ લસણ ની પેસ્ટ નાખો પછી તેમાં ડુંગળી નાખી સરખું સાંતળો.
- 2
થોડું પાણી ઉમેરીને તેમાં કોર્ન ફ્લોર ની સ્કરી ઉમેરી તેમાં થોડું મીઠું, લાલ મરચું, મરી પાઉડર મિક્સ કરો, પછી તેમાં સોયા સોસ, રેડ ચીલી સોસ અને ટોમેટો સોસ ઉમેરી બરાબર મિક્સ કરી. પછી તેમાં તળેલા બટેટા મિક્સ કરો અને સફેદ તલ છાંટી ગાર્નિશ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12756374




ટિપ્પણીઓ (4)