સેવ મમરા

#સ્નેક્સ અમારા સૌરાષ્ટ્રના લોકો ને સવારના નાસ્તામાં સેવ મમરા જ હોય સાંજે જમવાની ઈચ્છા નો હોય તો થોડા મમરા ખાય લેવાના તાવ આવતો હોય ભાવતું ન હોય તો ઘરના કેસે મમરા ખાઈલે મોઢે લાગે આમ સેવ મમરા બારેમાસ ખવાતો એવરગ્રીન નાસ્તો

રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ચણાના લોટને ચાળીને તેમાં મીઠું' મરચું' હળદર' હિંગ નાખીને પાણી વડે લોટ બાંધવો ત્યારબાદ સેવ પાડવાના સંચામાં સેવની કાણાવાળી જાળી રાખીને સંચામાં લોટ ભરી લેવો ત્યારબાદ ગેસ ઉપર લોયામાં તેલ ગરમ મૂકવું તેલ ગરમ થયા પછી તેમાં સેવ કરવી.
- 2
હવે સેવ થઈ ગયા પછી મમરા ને સાફ કરીને એક તપેલામાં તેલ મૂકો સેવનું વધેલું તેલ તેમાં લઈ લેવું કારણ કે તે ગરમ હોય એટલે જલદી પણ થાય ત્યારબાદ તેમાં હિંગ નાખીને મમરા નાખી દેવા પછી તેમાં બધો મસાલો નાખવો અને સરખી રીતે હલાવી લેવું ધીમા તાપે થોડીવાર રાખવા ત્યારબાદ ગેસ ઉપરથી ઉતારી લઈને તેમાં સેવ મિક્સ કરી લેવી આ સેવ મમરામા ગાર્લિક પાઉડર પણ નાખી શકાય છે તો તૈયાર છે મારા સેવ મમરા જે નાનાથી માંડીને મોટેરાઓને પણ ખૂબ જ ભાવે છે જે તમે રોટલી સાથે પણ ખાઈ શકો અને સાથે ચાની મઝા પણ માણી શકો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (6)