કુરકુરૅ સોલિડ મસ્તી.(kurkure solid masti in gujarati)

Manisha Desai
Manisha Desai @manisha12
Surat

#સ્નેક્સ.આ કુરકુરૅ બાળકોને ખુબજ ભાવતા હોઇ છે મૅ આજે ઘરે ટ્રાય કર્યા છે ખુબ સરસ બિલકુલ બહાર જેવાજ બન્યા છે.પેકેટ ના સ્નેક્સ બાળકો ને આપીએ એના કરતા આ ઘરે બનાવેલ કુરકુરૅ હેલ્ધી છે.

કુરકુરૅ સોલિડ મસ્તી.(kurkure solid masti in gujarati)

#સ્નેક્સ.આ કુરકુરૅ બાળકોને ખુબજ ભાવતા હોઇ છે મૅ આજે ઘરે ટ્રાય કર્યા છે ખુબ સરસ બિલકુલ બહાર જેવાજ બન્યા છે.પેકેટ ના સ્નેક્સ બાળકો ને આપીએ એના કરતા આ ઘરે બનાવેલ કુરકુરૅ હેલ્ધી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામસ્પાઇરલ પાસ્તા
  2. 1 ચમચીમીઠુ પાસ્તા બાફવા
  3. 1 ચમચીતેલ પાસ્તા બાફવા
  4. 2 ચમચીકોર્ન ફ્લોર
  5. 1 ચમચીમેંદો
  6. 1/2 ચમચીહદદર
  7. કુરકુરૅ મસાલો બનાવવા
  8. 1 ચમચીસંચળ
  9. 1/2 ચમચીમીઠું
  10. 1 ચમચીઆમચૂર પાઉડર
  11. 1 ચમચીલાલ મરચું
  12. 1/2 ચમચીમરી પાઉડર
  13. 1/2 ચમચીહદદર
  14. 1 ચમચીચાટ મસાલો
  15. 1 ચમચીસુઠ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો એમા મીઠું અને તેલ ઉમેરો ઉભરો આવે એટલે પાસ્તા ઉમેરી 7 મિનિટ થવા દો.50 ટકા જ બાફવા દેવા.પછી નિતારિ લઈ ને ઠન્ડું પાણી રેડી દો.નીતરી જાય એટલે કિચન નેપકીન પર કોર કરી દો.કોર્ન ફ્લોર,મેંદો અને હદદર ને એક બાઊલ માં લઈ મિક્સ કરી દો.

  2. 2

    હવે પાસ્તા ને બાઊલ માં લઈ એમા કોર્ન ફ્લોર વાળુ મિસરણ ભભરાવી બરાબર બધા પાસ્તા પર કોટ થાય એવી રીતે ચારવી લ્યો.હવે પેન મા તેલ ગરમ કરી ફાસ્ટ ફ્રેઅમ પર તળી લ્યો.પાસ્તા નાખી ને તરત અંદર ઝારો ની મારવો.પાસ્તા એની જાતે ઉપર આવે પછીજ હલાવી ને કર કરો અવાજ આવે ત્યા સુધી તળી લેવા.

  3. 3

    બધા મસાલા ભેગા કરી રાખવા.હવે બધા કુરકુરૅ તડાય જાય એટલે ગરમ હોઇ ત્યારેજ મિક્સ કરેલો મસાલો નાખી બરબર હાથ વડે ચારવી લેવુ.બસ તૈયાર છે.ખુબજ સરસ સૌ ને ભાવતા કુરકુરૅ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

ટિપ્પણીઓ (24)

Similar Recipes