રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઈને બાફી લો. ત્યારબાદ તેના દાણા છૂટા પાડી લો. ત્યારબાદ ઘટકોમાં દર્શાવ્યા પ્રમાણે બધી સામગ્રી તૈયાર કરો.
- 2
મકાઈના દાણા માં ડુંગળી મરચાં અને મેયોનીઝ ઉમેરીને મિક્સ કરી લો. ત્યાર બાદ એક પેનમાં થોડું બટર લો તે બટરમાં આ મિશ્રણ ઉમેરી દો. પેનમાં મિશ્રણ સરખી રીતે પાથરી દેવું. આ મિશ્રણને આછુ એવું પાકવા દેવું.
- 3
ત્યારબાદ તેને પર ચીઝ ખમણી ને નાખવું અને તેની ઉપર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટવો. ચીઝ મેલ્ટ થઈ જાય એટલે સમજવું કે આપણું સ્વીટ ચીઝી ક્રીમી કોર્ન તૈયાર છે. મેં અહીંયા પેનમાં જ ગાર્નિશ કરી ને ફોટો લીધેલો છે. ફોટા મા જોઈ શકો છો કેવી રીતના ચીઝ મેલ્ટ થઈ ગયું છે અને લુક બહુ સરસ લાગે છે.
- 4
તો તૈયાર છે આપણું સ્વીટ ચીઝી ક્રીમી કોર્ન. સ્વાદમાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ ભાવશે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12965384













ટિપ્પણીઓ (2)