સામા બોલ્સ(sama balls recipe in gujarati)

Sonal kotak @cook_22001641
સામા બોલ્સ(sama balls recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સામા ને ૫ મીનીટ માટે પાણી માં પલાળી રાખો.પછી કઢાઈમાં ૧ ચમચો તેલ મૂકી જીરું અને આદુ મરચાં નો વઘાર કરો.
- 2
પછી તેમાં બટેકા ને ઝીણા સમારી ઉમેરો.થોડુ પાણી નાખીને બરાબર ચઢી જાય પછી તેમાં વધારે પાણી અને ખાટું દહીં ઉમેરી એકદમ ઉકળે પછી બધા મસાલા અને સામો નાખી ચઢવા દો.સામા ને ઠંડો થવા દો.
- 3
પછી તેમાં તપકીર અને સીંગદાણા નો ભૂકો નાખી બધું સરખું મિક્ષ કરો.હવે તેના નાના નાના બોલ્સ વાળી લો.
- 4
હવે તેલ ગરમ કરી બધા બોલ્સ ને મિડીયમ ફલેમ પર તળી લો.દહીં માં મીઠું અને મરી પાઉડર નાખી બોલ્સ સાથે સર્વ કરો.તૈયાર છે સામા બોલ્સ રેડી ટુ સવૅ.
- 5
મેં તો સામો વધ્યો તો તેમાંથી જ બોલ્સ બનાવ્યા છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13045374








ટિપ્પણીઓ (3)