હાંડવો(handvo in Gujarati)
#વિકમીલ# વીક ૩# પોસ્ટ ૨
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ હાંડવાના લોટ માટેની બધી સામગ્રી મિકસર જાળમાં લઈ તેનો પાઉડર બનાવી લેવો.આ લોટનો તમે ૧ મહિના સુધી તમે વાપરી શકો છો.
- 2
એક બાઉલમાં હાંડવાનો લોટ લઇ તેમાં છાશ નાંખી બરાબર હલાવી બોળી દો.ત્યારબાદ તેને ઢાંકીને આથો આવવા મૂકી દો.આથો આવી ગયા બાદ તેમાં છીણેલી દૂધી અને હાંડવા માટેની બાકી રહેલી બધી સામગ્રી ઉમેરી તેને બરાબર હલાવી લેવું.
- 3
ત્યારબાદ એક નોનસ્ટીક પેન લઈ તેમાં તેલ મૂકી ૧/૨ ચમચી રાઇ નાખવી.રાઇ તતડી ગયા બાદ તેમાં ૧ ચમચી તલ,મીઠા લીમડાનાં ૯-૧૦ પાન,મરચાં નાંખી તેના ઉપર ૫-૬ મોટા ચમચા ખીરું પાથરવું.ત્યારબાદ ફરીથી ઉપર તલ નાંખી તેને ઢાંકીને ૧૫-૨૦ મિનિટ થવા દેવું.નીચેથી થોડું ગોલ્ડન બ્રાઉન થાય પછી તેને ફેરવી લઇ બીજી બાજુ પણ ૧૦-૧૫ મિનિટ શેકી લેવું.ગરમાગરમ સર્વ કરો.તો તૈયાર છે ગરમાગરમ હાંડવો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13051297






ટિપ્પણીઓ