ભરેલાં કાંદા નું શાક(bhrela kanda nu saak in Gujarati)

Pragna Mistry @PragnaMistry
ભરેલાં કાંદા નું શાક(bhrela kanda nu saak in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાંદા ને છોલી ને ઉપરથી કટ મારવા.
- 2
ચણા નો લોટ થોડો શેકી લેવો.
ચણા ના લોટમાં બધા મસાલા અને 1 ટી.ચમચી તેલ નાખી મિક્સ કરી લેવું. - 3
કાંદા માં મસાલો ભરવો. સાચવીને મસાલો ભરવો. કાંદા તૂટે નહિ એ રીતે થોડોક જ મસાલો ભરાશે.
- 4
એક કડાઈ માં 1ટે.ચમચી તેલ ગરમ કરી ભરેલાં કાંદા સાંતળવા.
- 5
કાંદા ને હલકે હાથે ફેરવતા રહેવું.
કાંદા થોડા ટ્રાન્સપરન્ટ થાય એટલે કાઢી લેવા. - 6
હવે એ જ કડાઈ માં તેલ ઉમેરી વધેલો મસાલો સાંતળવો.
મસાલો સંતળાઈ જાય એટલે 1/2 ગ્લાસ પાણી ઉમેરી ઉકાળવું. - 7
એક ઉકાળો આવે એટલે સાંતળેલા કાંદા ઉમેરી ઢાંકીને 5મિનિટ ચડવા દેવું.
ફરી એક વાર હલકે હાથે હલાવી જરૂર લાગે તો પાણી ઉમેરી બીજી 5-7 મિનિટ ચડવા દેવું. શાક તૈયાર થાય એટલે ઉપરથી કોથમીર છાંટવી. - 8
તૈયાર છે આપણું ભરેલાં કાંદા નું શાક.. રોટલી અથવા ભાખરી સાથે અને ખીચડી સાથે આ શાક ખૂબ જ સરસ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13107265












ટિપ્પણીઓ