બટર ચીઝ ગાર્લિક લોચો

#માઇઇબુક
રેસિપી બનાવી ખૂબ જ સરળ છે અને ખુબજ સારી લાગે છે ટેસ્ટી લાગે છે
બટર ચીઝ ગાર્લિક લોચો
#માઇઇબુક
રેસિપી બનાવી ખૂબ જ સરળ છે અને ખુબજ સારી લાગે છે ટેસ્ટી લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક બાઉલમાં ચણા ની અને અડદની દાળ લઈને તેમાં પાણી નાખી તેને 6 કલાક માટે પલાળી રાખો.
- 2
છ કલાક પછી ચણાની દાળ અને અડદની દાળને મિક્સર જારમાં લઈને જરૂર મુજબ પાણી નાખીને પીસી લેવું. પછી પૌવાને પણ ધોઈને મિક્સચર માં ક્રશ કરી લેવા.
આ ખીરાને બહુ જાડું અને બહુ પાતળું નહીં રાખવું. પછી તેમાં તેલ ખાવાનો સોડા હિંગ નાખી બરાબર મિક્સ કરવું તેમાં એક ચમચી દહીં નાખી બરાબર મિક્સ કરવું. હવે આ મિશ્રણને આઠ કલાક માટે આથો લાવવા મૂકી દેવું. - 3
હવે ગ્રીન ચટણી બનાવવા માટે મિક્સર જાર લઇ તેમાં કોથમીર, ફુદીનો, લીલા મરચા, લીંબુનો રસ, મીઠું, ખાંડ, બેસનની સેવ પાણી નાખીને બધું પીસી લેવું. એટલે તૈયાર થઈ જશે ગ્રીન ચટણી.
- 4
હવે આઠ કલાક પછી મિશ્રણ નો આથો આવી જાય એટલે એમાં મરચાની પેસ્ટ, આદુની પેસ્ટ, લસણની પેસ્ટ, હળદર અને મીઠું નાખી બરાબર મિક્સ કરવું ખીરા માં જરૂર લાગે તો પાણી થોડું એડ કરવું.
- 5
એક ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી ઢોકળાની ડિશમાં લોચા નુ ખીરુ પાથરી તેને 15 મિનિટ માટે સ્ટીમ કરવું.
- 6
15 મિનિટ પછી લોચો રેડી થઈ જશે તેને એક પ્લેટમાં કાઢીને ઉપર બટર અને ચીઝ નાખી લોચા નો મસાલો ભભરાવી અને ડુંગળી સલાડ સાથે સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ (2)