શામ સવેરા (sham savera in Gujarati)

શામ સવેરા (sham savera in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગ્રેવી બનાવવા માટે એક પેન ગરમ કરો તેમાં એક ચમચી તેલ નાખો તેલ ગરમ થાય એટલે એમાં 1/2ચમચી જીરૂં નાખો જીરૂ તતડી જાય એટલે એમાં 1 મોટી ડુંગળી મોટા ટુકડામાં સમારેલી નાખો લસણ અને આદુ નાખો અને ગુલાબી થાય ત્યાં સુધી એને સાંતળી લો.ત્યાર બાદ તેને ટામેટા નાખો અને કાજુ નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખીને મિક્સ કરીને ટામેટા નું પાણી છૂટું પડે અને ટામેટા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને રાંધી લો
- 2
ટામેટા સોફ્ટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને ગ્રેવી ના મિશ્રણને ઠંડુ થવા દો ત્યારબાદ તેને મિક્સર જારમાં ફાઇન પેસ્ટ કરીને એને સાઈડમાં રાખી દો
- 3
# કોફ્તા માટે
એક પેનમાં એક ચમચી તેલ નાખો અને એમાં પાલકની પેસ્ટ નાખો અને એને થોડી તેલમાં સાંતળી લો.ત્યાર બાદ તેમાં બે ચમચી શેકેલા ચણા નો પાઉડર નાખો એક ચમચી લીલા મરચાની પેસ્ટ નાખો અને એને એકદમ રોટલીના લોટ જેવું થાય ત્યાં સુધી સતત હલાવતા રાંધી લો ત્યારબાદ તેમાં કસુરી મેથી ફુદીના ના પાન નાખીને મિક્સ કરીને આ મિશ્રણને એક ડિશમાં કાઢી ને ઠંડુ થવા દો - 4
કોફ્તાના અંદરના ભાગ માટે એક બાઉલમાં પનીર ને લઈ લો અને એને હાથથી મસળી ને બરાબર સોફ્ટ કરી લો એમાં ઇલાયચી પાઉડર વરિયાળી નો પાઉડર અને મીઠું નાખી અને સરસ મિક્સ કરીને એમાંથી પાંચ ભાગ કરીને પાંચ નાના-નાના બોલ બનાવી ને સાઈડમાં રાખી દો
- 5
પાલકનું બહારનું પડ નું મિશ્રણ બનાવ્યું હતું તે ઠંડું થઈ ગયું છે એને થોડું મસળીને એકદમ લિસ્સું કરી લો અને એમાંથી પાંચ ભાગ કરી લો એક ભાગને સરસ હાથથી મસળી ને પૂરી બનાવી લો વચ્ચે પનીરનો બોલ મૂકો અને એને આખા પનીરના બોલને પાલકના લેયર થી કવર કરી લો આજ રીતે બધા કોફ્તા બનાવીને સાઈડમાં રાખી દો
- 6
બનાવેલા કોફ્તાને મીડીયમ ફ્લેમ પર ગરમ થયેલા તેલમાં ફ્રાય કરી લો અને સાઈડમાં મુકી દો
હવે આપણે જે આપણું ગ્રેવી મિક્સરમાં પીસી લીધી છે એનો વઘાર કરી લઈએ - 7
ગ્રવીનો નો વઘાર કરવા માટે એક પેનને ગરમ કરો એમાં એક મોટી ચમચી ઘી નાખો ઘી ગરમ થાય એટલે એમાં એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું નાખો અને એક ચમચી શેકેલા જીરાનો પાઉડર નાખી મસાલાને સાંતળી લો
- 8
ત્યાર બાદ તેમાં આપણે ગ્રાઈન્ડ કરેલી ગ્રેવી નાખો અને મિક્સ કરી અને એક મિનિટ માટે રાંધી લો સ્વાદ મુજબ મીઠું નાખો ગ્રેવી ખદખદવા માંડે એટલે એમાં બે મોટી ચમચી ઘરની મલાઈ નાખો એક મોટી ચમચી કિચન કિંગ મસાલો નાખો અને સરસ મિક્સ કરીને એક વખત ઊકળવા દો ગ્રેવી સરસ થઇ જાય એટલે છેલ્લે કસૂરી મેથી નાંખી અને ગેસ બંધ કરી દો..
- 9
ગ્રેવીને એક સર્વિંગ બાઉલમાં કાઢી લો અને એની ઉપર આપણે ફ્રાય કરેલા કોફતા કટ કરીને મુકો અને ઉપર ફ્રેશ મલાઈ થી અને લીલા ધાણા થી ગાર્નીશ કરો
ને ગરમા ગરમ નાન કે પરોઠા સાથે સર્વ કરો તો મિત્રો તૈયાર છે સંજીવ કપૂરની સિગ્નેચર ડીશ શામ સવેરા...
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ (4)