ફરાળી સમોસા(farali samosa recipe in Gujarati)

#ઉપવાસ
ઉપવાસમાં ચટપટું ખાવાનું બહુ જ મન થતું હોય છે તમે બનાવ્યા છે ફરાળી સમોસા જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે.
ફરાળી સમોસા(farali samosa recipe in Gujarati)
#ઉપવાસ
ઉપવાસમાં ચટપટું ખાવાનું બહુ જ મન થતું હોય છે તમે બનાવ્યા છે ફરાળી સમોસા જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં ફરાળી લોટ સિંધવ મીઠું તથા ઘી લઈને બધું બરાબર મિક્સ કરી લેવું હવે ઠંડા પાણી અથવા તો દૂધ વડે ભાખરી જેવો લોટ બાંધી લેવો હવે તેને પંદરથી વીસ મિનિટ માટે સાઇડ પર મૂકી દેવું.
- 2
હવે એક કઢાઈમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લેવું તેમાં જીરું વળીયારી તથા કઢી પત્તાં ઉમેરવા જીરું તતડે એટલે જીરું તતડે એટલે તેમાં આદુ-મરચાની પેસ્ટ ઉમેરવી હવે તેમાં બાફેલા બટાકાનો છૂંદો, સિંધવ મીઠું તથા કાજુ દ્રાક્ષ ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લેવું. હવે તેને ઠંડુ થવા મૂકો.
- 3
હવે ફરાળી લોટ માંથી મોટી રોટલી વણી એને ચિત્રમાં બતાવ્યા પ્રમાણે કટ મારીને તેમાંથી કોન બનાવી લેવો તથા બટાકાનો મસાલો ભરી પાણી પડે તેની કિનારી ચોંટાડી સમોસુ બનાવી દેવું. આજ રીતે બધા સમોસા બનાવી તેના ઉપર નો રૂમાલ ઢાંકી દેવો જેથી સુકાઈ ના જાય.
- 4
હવે તળવા માટે તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થઇ જાય એટલે તેમાં સમોસા તળી લેવા તૈયાર છે ફરાળી લોટના સ્વાદિષ્ટ સમોસા જેને ઉપવાસમાં પણ ખાઈ શકાય છે તેને ખજૂર આમલીની ચટણી સાથે પીરસવા.(ફરાળી ચટણી:- ખજૂર, આંબલી, જીરું,સિંધવ મીઠું,લાલ મરચું, પાણી)
Keywords
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ (4)