લહસુની દાલ તડકા (lahsuni dal tadka in Gujarati)

લહસુની દાલ તડકા (lahsuni dal tadka in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચારે દાળને સરસ બે-ત્રણ પાણીથી ધોઈને અડધો કલાક પલાળીને રાખી દો
દાળ પલળી જાય એટલે એને કુકર માં લઇ લો તેમાં એક ગ્લાસ પાણી નાખો સમારેલી ડુંગળી સમારેલા ટામેટા આદુ લસણની પેસ્ટ હળદર મીઠું તજનો પાઉડર લવિંગ નો પાઉડર અને સુંઠનું પાઉડર નાખીને ત્રણ સીટી મારી ને બાફી લો - 2
દાળ બફાય કુકર ઠંડું થઈ જાય એટલે એને ખોલીને ચમચાથી થોડું હલાવીને મિક્સ કરી લો.ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી નાખીને દાળને ઉકાળી લો
દાળ ઉકળી જાય એટલે એમાં લીંબુનો રસ નાખો દાળને સર્વિંગ બાઉલમાં કાઢી લો - 3
હવે એમાં વઘાર કરવા માટે વઘારીયા ને ગરમ કરો તેમાં બે ચમચી દેશી ઘી નાખો દેશી ઘી ગરમ થાય એટલે એમાં ઝીણું સમારેલું લસણ નાખો અને લસણ ગોલ્ડન થાય ત્યાં સુધી સાંતળો ત્યારબાદ જીરું અને રાઈ નાખો જીરું રાઈ તતડી જાય એટલે લાલ મરચું નાખો ચપટી હિંગ નાખો અને ગેસ ને બંધ કરીને વઘારને થોડો ઠંડો થવા દેવાનો અને ત્યારબાદ કાશ્મીરી લાલ મરચું નાખવાં અને વઘારને મિક્સ કરીને દાળ ઉપર નાખી દો
- 4
લીલા ધાણાથી લીંબુથી ગાર્નીસ કરીને સર્વ કરો.. તો તૈયાર છે લસણના વઘાર વાળી ટેસ્ટી તડકા દાળ જેને ભાત નાન કે ફુલ્કા સાથે ખાઈ શકો છો...
Keywords
Similar Recipes
More Recipes





ટિપ્પણીઓ