કેસર-પિસ્તા રોલ (Kesar-Pista Roll recipe in Gujarati)

Suchi Shah
Suchi Shah @SuchiShah13
USA

કેસર-પિસ્તા રોલ મારા પતિ નાં ખુબ જ ફેવરેટ છે. જ્યારે પણ ખાવાનું મન થાય અમે અત્યાર સુધી બહારથી જ લાવતાં હતાં. આ વખતે કરોના ને લીધે છેલ્લા ૪-૫ મહિનાથી બહારનું બધું ખાવીનું જ બંધ કરી લીધું છે; એટલે આ વખતે રક્ષાબંધન પર મેં કેસર-પિસ્તા ના રોલ ઘરે જ બનાવવા નું નકકી કર્યું.

અમે જ્યારે બહારથી લાવતા હતાં ત્યારે લાગતું હતું કે બહુ અઘરું હશે તેને બનાવવાનું...પણ આજે મેં જ્યારે બનાવ્યાં ત્યારે જ ખબર પડી કે આ તો બનાવવા ખુબ જ સહેલાં છે. બહુ સમય પણ નથી લાગતો અને ખુબજ સરસ ટેસ્ટી કેસર-પિસ્તા રોલ ઘરે ખુબ જ ઓછા સામાનથી આસાનીથી બનાવી સકાય છે.

કેસર-પિસ્તા રોલ બહુ બધી રીતે બનાવાય છે. ઘણાં લોકો એને ચાસણી બનાવી ને બનાવે છે. મેં એને ખુબ જ સરળ રીતે, ચાસણી ની ઝંઝટ માં પડ્યા વગર એકદમ ફટાફટ બની જાય એવી રીતે બનાવ્યાં છે. અને એકદમ બજાર જેવાં બન્યાં છે. કદાચ બજાર કરતાં પણ વધારે સારા!! મારી ઘરે તો બધાને ખુબ જ ભાવ્યા. 😊🥰😍

શું બનાવવા ના છો તમે આ રક્ષાબંધન પર!!! તમે પણ મારી આ રેશીપી થી કેસર-પિસ્તા રોલ જરુર બનાવજો, અને જણાવજો કે તમને કેવા લાગ્યા??

#માઇઇબુક

#cookpad
#cookpadindia
#cookpadgujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
  1. કાજુ રોલ (કેસર ફ્લેવર)
  2. ૧ વાટકીકાજુ નો ભૂકો (મીકસરમાં સરસ ઝીણો પીસી લેવો, પીસતી વખતે વચ્ચે વ્ચચે ઉભુ રહેવું, નહીં તો કાજુ નો ભુકો ચીકણો થઈ જશે)
  3. ૩ ચમચીદૂધ નો પાઉડર (કોઈ પણ કંપની નો ચાલશે- મોળો પાઉડર લેવો)
  4. ૧ ચમચીઘી
  5. ૪-૫ ચમચી સ્વીટ કનડેન્સ મીલ્ક (વધારે ગ્ળયું જોઈએ તો જરા વધારે લેવું,બાકી આટલું ગ્ળયું રોલ માટે બરોબર છે) સ્વીટ મીલ્કમેડ
  6. ૫-૬ ટીપાં કેસર એસેન્સ
  7. પીળો કલર (ઓપ્સન્લ)
  8. પિસ્તા રોલ
  9. ૧૫-૧૬ પાસ્તાં (કાચા, મોળાં મીઠાં વગરનાં)
  10. ૧ ચમચીદૂધનો પાઉડર
  11. ૧ ચમચીઘી
  12. ૨-૩ ચમચી સ્વીટ કનડેન્સ મીલ્ક (વધારે ગ્ળયું જોઈએ તો જરા વધારે લેવું,બાકી આટલું ગ્ળયું રોલ માટે બરોબર છે) સ્વીટ મીલ્કમેડ
  13. ૪-૫ ટીપાં પિસ્તાચીયો એસેન્સ
  14. ગી્ન ફુડ કલર
  15. વરખ (ઓપ્સન્લ છે,પણ આ લગાવવાથી દેખાવ બહુ જ સરસ થઈ જાય છે)

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    એક નોમ સ્ટીક પેન માં ૧/૨ ચમચી ઘી લો. તેમાં મિક્સરમાં પીસીલા એકદમ ઝીણા કાજુ નો ભુકો ઉમેરે. ગેસ ને મીડીયમ તાપ પર રાખો.તેમાં દૂધનો પાઉડર ઉમેરી સરસ મીક્ષ કરી લો.

  2. 2

    હવે, તેમાં સ્વીટ કન્ડેન્સ મીલ્ક ઉમેરી જરા વાર હલાવો. પેસ્ટ જરાકજ વાર માં સરસ સુમ્ધ અને જરા ડ્રાય થવા લાગશે. હવે તેને ગેસ પરથી ઉતારી લો, અને એક બીજા બાઉલમાં કાઢી લો. તેમાં કેસર એસેન્સ અને પીળો કલર ઉમેરી સરસ રીતે મીક્ષ કરી લો. હવે એને સાઈડ પર રાખો.

  3. 3

    મીક્ષર જારમાં પિસ્તા જોડે ચમચી દૂધનો પાઉડર ઉમેરી પીસી લો. એકદમ સ્મુધ પાઉડર નથી કરવાનો. થોડોક અધકચરો જેવો રાખો. મોટા ટુકડા ના રહેવા જોઈએ. હવે પેન માં ૧/૨ ચમચી ઘી લો, જરા ગરમ થાય એટલે મીક્ષરમાં નું મીક્ષ તેમાં ઉમેરો. અને તેમાં કન્ડેન્સ મીલ્ક ઉમેરો. સરલ મીક્ષ કરી હલાવી લો. હવે, તે જરાકજ વાર માં સરસ સ્મુધ અને જરા ડ્રાય થવા લાગશે.

  4. 4

    હવે તેને ગેસ પરથી ઉતારી લો, અને એક બીજા બાઉલમાં કાઢી લો. તેમાં પિસ્તાચીયો નું એસેન્સ અને લીલો કલર ઉમેરી સરસ રીતે મીક્ષ કરી લો. હવે એને સાઈડ પર રાખો.

  5. 5

    બંને મીક્ષ ને જરા ઘી વાળો હાથ કરી ને સરસ સ્મુધ લુઆ જેવું કરી લો.

  6. 6

    હવે, કોઈ ફ્લેટ સરફેસ કે આડણી ઉપર વેક્સ પેપર કે બટર પેપર મુકો. પહેલાં જે પીળો કેસર વાળો લુઓ છે, તેને પહોળું આડું વેલણ ની મદદ થી વણી લો. વળેલા ફાફડા જેવું, એના કરતાં થોડું વધારે પહોળું. ફોટા ૧ માં છે, એ રીતે.. હવે એને સાઈડ પર મુકી લીલા પીસ્તા વાળા ભાગ ને ગોળ રહે તે રીતે શેપ આપી રોલ ની જેમ લાંબો કરો. ફોટા ૨ માં છે, એ રીતે. હાથ પર જરા ઘી લઈ ને કરશો તો ચોંટે નહી, અને ઉપર ચમક પણ આવી જશે.

  7. 7

    હવે, પીળા કેસર વાળા પહોળા કરેલા ભાગમાં, લીલો પિસ્તા નો રોલ ધીમે રહી ને મુકો. ફોટા ૧ માં છે, એ રીતે. રોલ ને હળવા હાથે થી પકડવો, નહી તો ટુટી જશે. અને જરા મુક્તા તુટી જાય તો મુકાયા પછી સરખો કરી લો. થઈ જશે. હવે પીળો કેસર વાળો ભાગ ધીમે ધીમે રોલ કરો, એટલે પિસ્તા વાળો લીલો ભાગ અંદર ની બાજુ જતો રહેશે. જરાપણ ઉતાવળ નથી કરવાની.

  8. 8

    હાથ પર જરા ઘી લગાવી લો, અને એ બનાવેલા રોલ ને રોલ કરી ને સરસ સ્મુધ કરી દો. જો વરખ ખાવી હોય તો તે પણ હમણાં જ લગાવી દો. વરખ લગાવવા થી એકદમ બહારનાં જેવો જ લાગશે. હવે, આ રોલ ને વેક્સ પેપર માં રોલ કરી ફી્ઝ માં ૧ કલાક માટે મુકી દો, આનાંથી એ બરોબર સેટ થઈ જશે અને ટુકડા કરતાં ફાવશે.

  9. 9

    હવે, કલાક પછી બહાર કાઢી તેમાં ચપ્પુ થી સરખાં ટુકડા કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Suchi Shah
Suchi Shah @SuchiShah13
પર
USA

ટિપ્પણીઓ (6)

Similar Recipes