ક્રિસ્પી દાળ રાઈસ ટિક્કી (Crispy Dal Rice Tikki Recipe In Gujarati)

#superchef4
#july superchef Week 4
#leftover rice
#leftover dal
ક્યારેક આપણા રસોડામાં રોટલી વધી પડે તો ક્યારેક દાળ અને ક્યારેક ભાત. દરેક વખતે અલગ શું બનાવવું? 🤔 તો આ વખતે મે વધેલા ભાતનો ઉપયોગ કરીને આ ટિક્કી બનાવી. જો તમારી પાસે વધેલી દાળ હોય તો તેને પણ આ રેસીપીમાં ઊમેરી શકાય છે. મારી પાસે વધેલી દાળ નહોતી એટલે મે અહિયાં મગની દાળ ઊમેરી છે અને મારી ડીશને પોટીન રીચ બનાવી દીધી. આ ટિક્કી એટલી ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બની કે તેમાંથી દહીં ચાટ પણ બનાવી અને તે વધારે સ્વાદિષ્ટ હતી 😋. તમે પણ પ્રયત્ન કરો અને મને જણાવો કે કેવું બન્યું

રાંધવાની સૂચનાઓ
- 1
દાળને સારી રીતે ધોઈને 1-2 કલાક સુધી પલાળી રાખો, ઉકળવા માટે પાણીમાં એક ચમચી મીઠું ઉમેરો. તેમાં પલાળેલી મગની દાળ ઉમેરો, દાળને માત્ર 3-4 મિનિટ માટે બાફો. પછી પાણી નિતારી દાળને ઠંડી કરો અને તેને પીસી લો, તેમાં પાણી ઉમેરશો નહીં.
- 2
પીસેલી દાળને બાઉલમાં ટ્રાન્સફર કરો, તેમાં રાંધેલા ભાત, લીલા મરચાં, આદુ, બધા મસાલા, મીઠું અને મરી ઉમેરો, તાજા સમારેલા ફુદીના અને કોથમીરના પાન અને લીંબુનો રસ ઉમેરો. આ મિશ્રણમાં દહીં અને ઘી ઉમેરો બરાબર મિક્સ કરો.
- 3
હથેળીઓને તેલથી ગ્રીસ કરો અને તેને સપાટ ટિક્કીમાં આકાર આપો.
- 4
મધ્યમ ધીમા તાપ પર એક પેનમાં ઘી / તેલ ઉમેરો અને દાળની ટિક્કીને બંને બાજુ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. ટિક્કીને ધીમી મધ્યમ આંચ પર પણ તળી શકાય છે.
- 5
તમારી ટિક્કી પીરસવા માટે તૈયાર છે. તમે ચટણી અથવા કેચઅપ અથવા તમારી પસંદગીના કોઈ પણ ડિપ સાથે ગરમાગરમ સર્વ કરીને પણ ખાઈ શકો છો.
- 6
ક્રિસ્પી ટિક્કીને થાળીમાં મૂકો, તેની ઉપર આંબલીની ચટણી, લીલી ચટણી, દહીં, કેટલાક દાડમના દાણા સેવ કરો અને તેના પર થોડો ચાટ મસાલો છાંટો.
- 7
તમારી દાળટીક્કી ચાટ પીરસવા માટે તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)