પતરવેલીયા(patra recipe in gujarati)

પતરવેલીયા(patra recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ છથી સાત અળવીના પાન લઇ અને પાન ઉપર જે રોગો છે તેને ધીમે ધીમે કાઢી લઈએ
- 2
ત્યારબાદ એક બાઉલમાં ચારથી પાંચ ચમચા ચણાનો લોટ લઈ અને એકથી બે ચમચી ખાંડ સ્વાદ અનુસાર નમક સ્વાદ અનુસાર લીંબુ 1/4 ચમચી હિંગ એકથી દોઢ ચમચી મરચું પાઉડર 1/2ચમચી ધાણાજીરૂ બધું જ નાખી થોડું પાણી નાખી અને ઘાટું બેટર બનાવી લેવું
- 3
ત્યારબાદ અળવીના પાન માં જે તરફથી આપણે રગો કાઢેલી છે તે તરફ તૈયાર કરેલ ચણાના લોટનું બેટર લગાવવું તેના પર બીજું પાન કોણ રગો ઉપર રાખી ઉલટી દિશામાં રાખવું અને તેના પર પણ ચણાના લોટનું બેટર લગાવવું આ રીતે ૩ થી ૪ અળવીના પાન રાખતું જવું અને બેટર લગાવતું જોવો
- 4
ત્યારબાદ આ રીતે તેને વીટાળી ને દસથી પંદર મિનિટ મીડીયમ આચ પર બાફવા મૂકવા
- 5
15 મિનિટ બફાઈ ગયા બાદ તેને રાઉન્ડ શેપમાં કાપી લેવા ત્યારબાદ થોડું તેલ મૂકી તેમાં થોડી હિંગ મૂકી પતરવેલીયા વઘારી લેવા તો તૈયાર છે આપણા ટેસ્ટી પતરવેલીયા
Keywords
Similar Recipes
More Recipes











ટિપ્પણીઓ