રાજસ્થાની મિર્ચી વડા (Rajsthani Mirchi Vada Recipe in Gujarati)

Pragna Mistry @PragnaMistry
રાજસ્થાની મિર્ચી વડા (Rajsthani Mirchi Vada Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં આખા ધાણા, જીરૂ, વરીયાળી અને લાલ મરચાં શેકી લેવા. થોડા ઠંડા થાય એટલે મિકસર માં અધકચરા ક્રશ કરી લેવા.
- 2
બાફેલા બટેટા ને છોલીને માવો કરી લેવો.
કડાઈ માં તેલ ગરમ કરી વાટેલી મસાલો સાંતળવો. બાફેલા બટેટા નો માવો ઉમેરવો. સ્વાદ મુજબ મીઠુ, કોથમીર અને આમચૂર પાઉડર ઉમેરી સરખું મિક્સ કરવું. - 3
મરચાં માં એક કાપો મૂકી બધા બી કાઢી લેવા.
મરચાં માં બટેટા નું પૂરણ ભરી તૈયાર કરવા. - 4
ચણાના લોટમાં મીઠુ અને હળદર નાખી પાણી રેડી થોડું જાડું ખીરૂ બનાવવું. ખાવાનો સોડા અને 1ચમચી ગરમ તેલ ઉમેરી ખીરૂ સરખું હલાવી લેવું.
- 5
ભરેલા મરચાં ને ખીરા માં બોળી ગરમ તેલ માં તળી લેવા.
ગરમાગરમ મિર્ચી વડા તીખી મીઠી ચટણી અને ચા સાથે સર્વ કરવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13419320










ટિપ્પણીઓ (5)