સૂજી ના સ્ટફ્ડ રસગુલ્લા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં ખાંડ અને પાણી ભેગાં કરી ગેસ પર બે ત્રણ ઉભરા આવે ત્યાં સુધી ગરમ કરો
- 2
બીજા વાસણમાં બે ચમચી ઘી ગરમ કરી તેમાં એક વાટકી સૂજી નાખી ધીમા તાપે હલાવતા રહેવું
- 3
શેકાવા ની સુગંધ આવવા લાગે ત્યારે તેમાં દૂધ નાખી હલાવતા રહેવું તેમાં 1/2વાટકી ખાંડ નાખવી
- 4
ધીમા તાપે હલાવતા રહેવું જ્યાં સુધી ઘટ થાય ત્યાં સુધી પછી ગેસ પરથી નીચે ઉતારી ઠંડું થવા દેવું
- 5
પૂરણ માટે એક વાસણમાં માવો નાખી ધીમા તાપે શેકવો તેમાં બદામ, પિસ્તા ઇલાયચી પાઉડર અને દળેલી ખાંડ ઉમેરી મિક્સ કરવું મિશ્રણ ઠંડુ થાય એટલે તેની નાની ગોળીઓ બનાવી લેવી
- 6
સૂજી નો ડો સરસ કઠણ લોટ જે વો થઈ ગયો હશે થોડું ઘી લઈ હાથ ને ગ્રીસ કરો જેથી ડો હાથ માં ચોંટે નહીં એક લૂવા જેટલો ડો લઈ વાટકી જેવો શેપ આપો
- 7
આ વાટકી જેવા શેપ માં પૂરણ મૂકી ગોળ દડા જેવું બનાવો
- 8
આવી રીતે બધા બોલ બનાવી તૈયાર કરેલ ચાસણી માં એક કલાક સુધી રાખવા પછી અલગ બાઉલમાં કાઢી તેના પર એક કેસર નો તાર મૂકી શકાય
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ (7)