બટાકા શાક (Bataka shaak recipe in Gujarati)

Rupal Shah @Raba123422
બટાકા શાક (Bataka shaak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કુકર મા તેલ ગરમ કરી તેમાં રાઇ ઉમેરો. તતડે પછી અજમો, હીંગ, તજ, તેજપત્તા, ઝીણા સમારેલ આદુ, મરચા, લસણ અને ડુંગળી ઉમેરી ૧ મિનીટ સાંતળો.
- 2
હવે સમારેલ ટામેટાં ઉમેરી, મિઠુ, હળદર, ધાણા-જીરુ, લાલ મરચુ નાંખી ૨ મિનીટ સાંતળો.
- 3
કાપેલ બટાકા ઉમેરી તેમાં ગોળ પણ ઉમેરી દો.
- 4
બરાબર હલાવી લો. બટાકા ડુબે તેટલું પાણી ઉમેરી કુકર નું ઢાંકણ ઢાંકી દો.
- 5
૨ સીટી સુધી કુક થવા દો. કુકર ઠંડું થાય પછી ઢાંકણ ખોલી શાક ને હલાવી લો. સમારેલ લીલા ધાણા થી ગાર્નીસ કરી લો. ગરમ-ગરમ પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13739305









ટિપ્પણીઓ (3)