કટોરી ચાટ(Katori Chaat Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કટોરી બનાવવા માટે: મેંદાના લોટને ચાળીને તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખો અને પછી તેમાં 1/2ચમચી અજમા નાખો. અને પછી પાંચ ચમચી તેલ ઉમેરો.
- 2
જરૂર મુજબ પાણી નાખીને કઠણ લોટ બાંધો.
- 3
પછી તેની મીડિયમ સાઇઝની રોટલી બનાવી લો.
- 4
પછી તેને એક વાટકી ગ્લાસ થી કવર કરી લો.
- 5
પછી તેને ગ્લાસ કે વાટકી સાથે તડવા મૂકી દો. ૫ થી ૬ સેકન્ડમાં તે વાટકી અથવા ગ્લાસથી અલગ પડી જશે. પછી તેને લાઈટ બ્રાઉન તળી લો.
- 6
પછી તેની અંદર સ્ટફિંગ ભરો સૌપ્રથમ તેમાં કાબુલી ચણા પછી ડુંગળી અને પછી ચાટ મસાલો નાખો. મરચું પાઉડર અને મીઠું સ્વાદ અનુસાર પણ ઉમેરી દો. ઉપરથી ખજૂરની ચટણી, દાડમના દાણા અને સેવ થી ગાર્નિશિંગ કરો. ઉપરથી થોડી કોથમીર છાંટવી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13893264
















ટિપ્પણીઓ (12)