રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં ઘી મૂકો. ત્યારબાદ તેમાં રવો એડ કરી ધીમા તાપે શેકી બ્રાઉન કલરનો થવા દો.
- 2
ત્યારબાદ શેકેલા રવાને થોડીવાર ઠંડોથવા દો. ત્યારબાદ તેમાં પીસેલી ખાંડ, કાજૂ-બદામના પીસ અને કિસમિસ નાખી ઘુઘરા માટે નું સ્ટફિંગ તૈયાર કરો.
- 3
ત્યારબાદ એક લોયામાં મેંદાનો લોટ લો. તેમાં ઘી અને તેલનું મોણ નાખી બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં તેવો લોટ બાંધો.
- 4
પછી આ બાંધેલા લોટમાંથી નાના નાના લુઆ બનાવી એની પૂરી વણીને આ તૈયાર કરેલ સ્ટફિંગ ભરીને હાથથી નખીયાવાડી ઘુઘરા બનાવી લો.
- 5
ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થઇ જાય એટલે આ તૈયાર કરેલ ઘુઘરા ને મીડીયમ આંચ પર તળી લો. બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળો.
- 6
તો તૈયાર છે ડ્રાય ફ્રુટ ઘૂઘરા. રવા નુંસ્ટફિંગ પાથરી તેમાં બદામ અને કિસમિસ થી ડેકોરેટ કરી સર્વ કરો. ઘૂઘરા એદિવાળીની સ્પેશીયલ આઈટમ છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14035895



















ટિપ્પણીઓ (14)