મેથીનીભાજી દાળનું શાક (Methi ni bhaji dal nu shak recipe in Gujarati)

શિયાળાની ઠંડીમાં મેથીની ભાજીનું શાક અને બાજરીના રોટલા ખાવાની મજા પડે છે.હેલ્થ માટે ખૂબ જ સારું છે. આજે મેથીની ભાજી દાળ નું શાક બનાવ્યું છે.
#MW4

રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મેથીભાજીને બારીક કાપી લો. ધોઈ લો. મગની મોગર ને બે કલાક પહેલા પલાળી દો.
- 2
દાળ પલળી જાય પછી કડાઈ માં તેલ લો. લસણ ના ટુકડા કરીને નાખો.લસણ લાલ થાય પછી હિંગ, દાળ અને ટામેટું નાખો.
- 3
પછી બધો મસાલો નાખો. અડધો ગ્લાસ પાણી નાખીને બધું મિક્સ કરીને ઢાંકી દો.દાળને બરાબર ચડવા દો.
- 4
દાળ ચડી જાય પછી મેથીની ભાજી નાખો. મિક્સ કરી લો. ઢાંક્યા વગર ભાજીને પણ ચડવા. ભાજી નું પાણી છૂટે તેને બળવા દો.
- 5
મેથીની ભાજી નુ શાક બનીને તૈયાર છે. રોટલી અને રોટલા સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (3)