ચીઝ બ્રેડ રેવયોલી વીથ મેરીનારા સોસ (Cheese Bread Ravioli with Marinara Sauce Recipe In Gujarati)

ચીઝ બ્રેડ રેવયોલી વીથ મેરીનારા સોસ (Cheese Bread Ravioli with Marinara Sauce Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક બ્રેડ લો તેને પાટલી પર મુકો અને તેને કોઈ પણ નાના કે મોટા ઢાંકણાની મદદ વડે ગોળાકાર મા કાપી લો અને બાકીનો વધેલો ભાગ ચોરસ આકારમા કાપીને બ્રેડ તૈયાર કરો
- 2
હવે બ્રેડ ને પાટલી પર મુકી ને થોડી વણી લો
- 3
આ રીતે બધી બ્રેડ વણીને તૈયાર કરી લો
- 4
હવે ચીઝ લો અને છીણીની મદદ વડે છીણી લો અને તેમા ઓરેગેનો અને ચીલી ફલેકસ ઉમેરી ને પુરણ તૈયાર કરો
- 5
હવે એક બ્રેડ લઈ તેમા આ ચીઝનુ પુરણ ભરો હવે આજ બે્ડની કિનારી પર ફરતુ થોડુ પાણી લગાવી લાો અને બીજી બ્રેડ લઈ તેના પર ઢાંકી કિનારી દબાવી બ્રેડ પેક કરી દો
- 6
આ રીતે ગોળ અને ચોરસ રેવયોલી તૈયાર કરી લો અને કાટાની મદદ વડે તેની કિનારી દબાવી ને પેક કરી લો
- 7
હવે બાફેલા ટામેટાં નો પલ્પ લઈ તેને બ્લેન્ડર ની મદદ વડે એકરસ કરી લો હવે ગેસ પર બાઉલ મુકી એક થી બે ચમચી તેલ નાખી ગરમ કરો
- 8
હવે તેમા લસણની કળી ઉમેરી પલ્પ વઘારી લો તેમા થોડો ઓરેગેનો,ચીલી ફલેકસ, ખાંડ અને મીઠું ઉમેરી ધટ થવા દો અને મેરીનારા સોસ તૈયાર કરો
- 9
પછી તેમા બેઝીલના પતાનાખી ગેસ બંધ કરી દો
- 10
હવે રેવયોલી પર થોડુ તેલ લગાવી પેનમા બંને બાજુ શેકી ને બા્ઉન કલર જેવી થાય એ રીતે શેકી ને તૈયાર કરી લો
- 11
આ રીતે બધી રેવયોલી શેકીને તૈયાર કરી લો
- 12
હવે પ્લેટીંગ માટે એક ડીશ લઈ તેમા પહેલા સોસ પાથરી લો પછી તેમા રેવયોલી મુકો પછી ફરી તેના પર થોડો સોસ પાથરી દો પછી થોડુ ચીઝ છાંટી દો અને પછી બેઝીલ પતાથી ગાનિઁશ કરી લો
- 13
તૈયાર છે ચીઝ બ્રેડ રેવયોલી વીથ મેરીનારા સોસ.. સ્વાદમા ખુબજ સરસ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
- વેજી પેરેડાઇઝ ચીઝ બર્સ્ટ પીઝા (ડોમિનોઝ સ્ટ) (Veggie Paradise Cheese Burst Pizza Recipe In Gujarati)
- દાલમખની (Dal makhani Recipe in Gujarati)
- ગ્રીન ટેમ્પટેશન (Green Temptation Mocktail recipe in gujarati)
- ફ્રુટપંચ મોકટેલ (Fruit punch mocktail recipe in Gujarati)
- સ્ટ્રોબેરી મારગારીટા (Strawberry Margarita Recipe In Gujarati)




































ટિપ્પણીઓ (5)