બ્રેડ ચીઝ ડીસ્ક(Bread Cheese Disc Recipe in Gujarati)

બ્રેડ ચીઝ ડીસ્ક(Bread Cheese Disc Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બ્રેડ ને કૂકી કટર કે ગ્લાસ થી ગોળ કાપી લો. બને એટલી મોટી કાપવી. ટોટલ ૧૦ બ્રેડ કાપવી.
- 2
૫ બ્રેડ ને સાઈડ માં મુકી દો. બાકીની ૫ કાપેલી ગોળ બ્રેડ ને નાના કૂકી કટર થી કાપી રીંગ બનાવી લો. ૫ ગોળ બ્રેડ અને ૫ રીંગ તૈયાર કરવી.
- 3
હવે એક બાઉલમાં કાપેલા ડુંગળી, કેપ્સીકમ, ટામેટું ઉમેરો. વેજીટેબલ્સ ઈચ્છા મુજબ ઇમેરી શકો છો. હવે એમા ચીઝ, ૨ ટેબલસ્પૂન ટોમેટો કેચઅપ, પીઝા સીઝનીંગ, ચીલી ફ્લેક્સ અને મરી પાઉડર ઉમેરો. બધું બરાબર મીક્સ કરો.
- 4
બીજા એક બાઉલમાં બટર, ૧ ટેબલસ્પૂન ટોમેટો કેચઅપ અને લસણ ની પેસ્ટ ઉમેરી મીક્સ કરો.
- 5
ગોળ કાપેલી બ્રેડ ઉપર બટર વાળુ મીક્સર લગાવો. એની ઉપર કાપેલી રીંગ લગાવો. વચ્ચે ચીઝ નું સ્ટફિંગ દબાવી ને ભરો. બટર થી ગ્રીસ કરેલી પ્લેટ માં મુકો.
- 6
પ્રી હીટ કરેલા માઈક્રોવેવ માં કન્વેક્સન મોડ માં ૧૮૦ ડીગ્રી પર બ્રેડ બ્રાઉન થાય ત્યાં સુધી બેક કરો.
- 7
ચીઝ બ્રેડ ડીસ્ક તૈયાર છે સર્વ કરવા માટે. ચીઝ બ્રેડ ડીસ્ક ને તમે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો. આ ડીસ્ક પાર્ટી માટે બેસ્ટ સ્નેક્સ છે. અને બહુ ઓછાં સમય માં રેડી થઈ જાય છે.
- 8
Similar Recipes
More Recipes





















ટિપ્પણીઓ (22)