તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)

ઉત્તરાયણ આવે એટ્લે તલ ની ચીકી, મમરા નાં લાડુ, શીંગ ની ચીકી સૌના ઘર માં બને જ... તલસાંકડી તરીકે પ્રસિધ્ધ આ ચીકી શિયાળા માં ખૂબ જ હેલ્ધી છે..
તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)
ઉત્તરાયણ આવે એટ્લે તલ ની ચીકી, મમરા નાં લાડુ, શીંગ ની ચીકી સૌના ઘર માં બને જ... તલસાંકડી તરીકે પ્રસિધ્ધ આ ચીકી શિયાળા માં ખૂબ જ હેલ્ધી છે..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો..
- 2
ત્યાર બાદ એક કઢાઈ માં તલ શેકી લો.
- 3
તલ ફૂટવા માંડે અને કલર બદલાય એટલાં શેકાઈ જાય એટ્લે એક ડીશ માં કાઢી લો.
- 4
ત્યાર બાદ એ જ કઢાઈ માં ઘી ગરમ કરો.
- 5
ઘી ગરમ થાય એટલે તેમાં ગોળ નાખી, પાયો તૈયાર કરો.
- 6
ગોળ નો પાયો બરાબર થઈ ગયો છે કે નહીં તે ચેક કરવા એક વાટકી માં પાણી લો. એ પાણી માં થોડું ગોળ નાખી, ગોળ બટકે એમ લાગે તો પાયો બરાબર થઈ ગ્યો છે. એમ સમજવું.
- 7
ત્યાર બાદ તેમાં તલ ઉમેરી ગેસ બંધ કરી, બરાબર મિક્સ કરો.
- 8
બનેલાં મિશ્રણ ને પ્લેટફોમ પર પાથરી દો. પ્લેટફોમ પર પહેલાં ઘી લગાડી ગ્રીસ કરો
- 9
મિશ્રણ સેજ ઠંડું પળે એટ્લે વેલણ પર ઘી લગાવી, એક બાજુ થી ચીકી ને વણો.
- 10
ત્યાર બાદ તમને મનગમતા આકાર માં ચપ્પુ અથવા કટર ની મદદ થી પીસ કરો. ઠંડી પડે એટ્લે સર્વ કરો.😊
- 11
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ