ટોપરાની ચીકકી (Coconut Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં ઘી લેવું ઘી ગરમ થઇ જાય એટલે તેમાં ખાંડ નાખવી. ગેસ ની flame એકદમ ધીમી રાખવી.
- 2
ખાંડને સતત એકધારું હલાવતા રહેવું. અને તેને એકદમ ઓગાળી દેવી. જો તેમાં ક્રિસ્ટલ રહે તો તેમાં એક થી બે ટીપા લીંબુનો રસ નાખવો જેથી ક્રિસ્ટલ ફટાફટ ઓગળી જશે.
- 3
બધી જ ખાંડ ઓગળી જાય અને તેનો સહજ ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય એટલે તેમાં સુકા ટોપરા ની ચિપ્સ નાખી અને તેને હલાવવું અને ગેસ બંધ કરી દેવો તેમાં સૂકા ગુલાબની પાંદડી નાખીને મિક્સ કરી લો.
- 4
પ્લેટફોર્મ ઉપર સહેજ ઘી પાથરીને તેને પ્લેટફોર્મ ઉપર પાથરી દેવું અને ગરમ ગરમ સહેજ ગરમ હોય ત્યારે તેના ચોરસ પીસ કરી લેવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14437161












ટિપ્પણીઓ (9)