મટર પનીર (Matar paneer recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટા ને અને આદુ માં ટુકડા,લાલ સૂકું મરચું તથા લીલી મરચી ને પીસી લેવા.
- 2
ત્યાર બાદ એક કડાઈ માં ૨ ચમચી તેલ ઉમેરી તેમાં આદુ અને મરચી ના ટુકડા ઉમેરી તેમાં પનીર સેલો ફ્રાય કરી લેવું બધી બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરવું.
- 3
ત્યાર બાદ પનીર ને એક ડિશ માં કાઢી સાઇડ પર રાખી દો પછી એ જ કડાઈ માં બટર અને તેલ ઉમેરી ને તેમાં જીરું ઉમેરવું.પછી તેમાં આદુ લસણ ની પેસ્ટ તેમજ લીલી મરચી ઉમેરવી.
- 4
આદુ લસણ ને થોડી વાર સાંતળી તેમાં ડુંગળી ઉમેરી ને તેને સાંતળવી.ડુંગળી ને ગોલ્ડન બ્રાઉન ની થાય ત્યાં સુધી ચડવા દેવી પછી તેમાં હળદર પાવડર,મરચું પાવડર,નમક તેમજ ચણા નો લોટ ઉમેરી ને બરાબર મિક્સ કરવું.
- 5
પછી તેમાં ટામેટા ની પ્યુરી ઉમેરવી.અને તેને ઢાંકી ને ચડવા દેવું જરૂર લાગે તો પાણી ઉમેરવું.થોડી થોડી વારે ચેક કરવું ને ચલાવતા રેવું પછી તેમાં કસૂરી મેથી, મેગી મસાલા ઈ મેજિક,ગરમ મસાલો તેમજ કિચન કિંગ મસાલો ઉમેરી ને મિક્સ કરી ને ચડવા દો.પછી તેમાં વટાણા અને થોડું પાણી ઉમેરી ને ઢાંકી ને ચડવા દો
- 6
પછી તેમાં પનીર ઉમેરી ને મિક્સ કરી ને થોડી વાર ચડવા દો.
- 7
પછી તેને રોટી,પરોઠા, નાન સાથે સર્વ કરો.તૈયાર છે મટર પનીર.
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ (2)