મીક્ષ ફ્રુટ જામ કેક (Mix Fruit Jam Cake Recipe In Gujarati)

#CookpadIndia
#Cookpadgujarati
#Cookpad
આ કેક પોતાની રીતે ઘટકો એકત્ર કરીને બનાવેલી કેક છે.બધી વસ્તુઓ ઘરમાં અવેઇલેબલ હતી એટલે આજે વેલેન્ટાઈન ડે ના દિવસે આ કેક બનાવી છે.ખાવામાં ખુબ સ્વાદિષ્ટ બની છે.પ્રથમ વખત જ પ્રયાસ કર્યો છે.પ્રયાસ કરવો સફળ રહ્યો.
મીક્ષ ફ્રુટ જામ કેક (Mix Fruit Jam Cake Recipe In Gujarati)
#CookpadIndia
#Cookpadgujarati
#Cookpad
આ કેક પોતાની રીતે ઘટકો એકત્ર કરીને બનાવેલી કેક છે.બધી વસ્તુઓ ઘરમાં અવેઇલેબલ હતી એટલે આજે વેલેન્ટાઈન ડે ના દિવસે આ કેક બનાવી છે.ખાવામાં ખુબ સ્વાદિષ્ટ બની છે.પ્રથમ વખત જ પ્રયાસ કર્યો છે.પ્રયાસ કરવો સફળ રહ્યો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સ્ટ્રોબેરી ધોઇને કટ કરી મિક્ષર જાર માં ક્રશ કરી લો.કેક ટીન ને ઘી લગાવી મેંદા થી ડસ્ટ કરી લો.તપેલુ પ્રીહીટ કરવા મુકો.
- 2
હવે એક બાઉલમાં સ્ટ્રોબેરી ક્રશ,ખાંડ અને મલાઈ લઈ લો.બીટર થી બરાબર મિક્સ કરી લો.એક બીજા બાઉલમાં મેંદો,બેકિંગ પાઉડર,સોડા ચાળી લો.
- 3
હવે જે મિશ્રણ તૈયાર કર્યુ છે તેમાં થોડું થોડું કરીને મેંદો ઉમેરતાં જાઓ.મિશ્રણ મા થોડું થોડું દુધ ઉમેરતાં જવું અને મિક્સ કરતાં જવું.
- 4
મિશ્રણ બરાબર મિક્સ થઈ જાય પછી મિલ્ક પાઉડર અને દુધ ઉમેરી મિક્સ કરી લો.હવે છેલ્લે ટુટીફ્રુટી અને ડ્રાયફ્રુટ ઉમેરીને હળવા હાથે મિક્સ કરી લો.
- 5
કેક ના મિશ્રણને કેક ટીન મા નાંખી ટેપ કરી લો.પ્રીહિટ કરેલાં તપેલામાં કેક ટીન સ્ટેન્ડ પર ગોઠવી તપેલાને ઢાંકણ થી ઢાંકી દો.
- 6
1 કલાક બાદ છરી અથવા ટુથપીક થી ચેક કરી લેવું.છરી ક્લીન આવે તો ગેસ બંધ કરી દો. કેક ટીન ને તપેલા માંથી બહાર કાઢી 10 થી 15 મિનિટ ઠંડી થવાં દો.કેક અનમોલ્ડ કરી લો.
- 7
કેક એકદમ ઠંડી થાય પછી ઉપર થી લેવલ કરી લો.ત્યારબાદ તેની ઉપર મિક્સ ફ્રુટ જામ લગાવી લો.સાઈડ થી પણ જામ લગાવી લો.
- 8
હવે જામ ઉપર મિલ્ક પાઉડર નુ ચાળણી થી ડસ્ટીંગ કરી લો.હવે મિલ્કીબાર ચોકલેટ ને છીણી થી છીણી લો.ચારે બાજુ ચોકલેટ સ્પ્રેડ કરી લો.વચ્ચે એક ચમચી જામ મુકી ઉપર મિલ્કીબાર ચોકલેટ ના બે નાનાં ટૂકડા ગોઠવી લો.સાઈડ માં પણ ચોકલેટ ની છીણ લગાવવી.
- 9
હવે ચોકલેટ સીરપ સ્પ્રેડ કરી લો.તૈયાર છે હોમમેડ એગલેસ મિક્સ ફ્રુટ જામ કેક.
- 10
કેક ની પીસ કટ કરી સર્વિંગ પ્લેટ માં કાઢી સર્વ કરો.
- 11
- 12
- 13
Similar Recipes
More Recipes








































ટિપ્પણીઓ (31)