મેજીકલ સેવૈયા શ્રીખંડ (Magical Sevaiya Shrikhand Recipe In Gujarati)

મેજીકલ સેવૈયા શ્રીખંડ (Magical Sevaiya Shrikhand Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સેવૈયા ટોકરી બનાવવા માટે એક પેન મા બટર લઈ તેમા સેવૈયા એડ કરો, તે ગોલ્ડન બ્રાઉન થઇ ત્યા સુધી શેકી લો. પછી ગેસ બંધ કરી તેમા મીલ્ક મેડ એડ કરી મીક્ષ કરી લો. પછી સિલિકોન મોલ્ડ લઈ ટોકરી નો સેપ આપી 20-25 મીનીટ માટે ફ્રીઝ મા સેટ કરવા મૂકો.
- 2
શ્રીખંડ બનાવવા માટે 1 લીટર ફૂલ ફેટ મીલ્ક લઈ તેનુ દહીં બનાવવુ અથવા 1 લીટર રેડી દહીં પણ લઇ શકાય.
પછી એ દહીં ને બાંધી લેવુ અથવા ઝીણા ચારણા મા પાણી નીકળવા મુકી દેવુ.
પાણી નીકળી જાય પછી તેમા ડ્રાય ફ્રુટ, ચોકો ચીપ્સ, જેલી, વેનીલા એસેન્સ અને પાઉડર ખાંડ એડ કરી મીક્ષ કરી લેવુ. શ્રીખંડ ને ફ્રીઝ મા ઠંડુ કરવા મુકવુ. - 3
ચોકલેટ મેજીક બોલ બનાવવા માટે ચોકલેટ ને ડબલ બોઇલર મેથડ થી ગરમ કરવી. જે બાઉલ મા ચોકલેટ ગરમ કરો તેમા સહેજ પણ પાણી નઈ હોવુ જોઈએ.
ચોકલેટ મેલ્ટ થાય પછી તેને સિલિકોન મોલ્ડ મા નાખી ફ્રીઝ મા સેટ કરવા મૂકો. 15-20 મીનીટ પછી એ સેટ થયેલ ચોકલેટ પર જ બીજુ પતલુ લેયર કરી 30 મીનીટ માટે ફ્રીઝ મા સેટ કરો. પછી ચોકલેટ મેજીક બોલ ને અનમોલ્ડ કરી લો. - 4
ચોકલેટ ગનાસ બનાવવા માટે ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ ને રૂમ ટેમ્પરેચર પર મેલ્ટ થાવા દેવી.
પછી ફ્રેશ ક્રીમ ને ગરમ કરી ક્રીમ અને બટર ને ચોકલેટ સાથે મીક્ષ કરી લો. - 5
પ્લેટ એસેમ્બલ કરવા માટે એક પ્લેટ મા પહેલા સેવૈયા ટોકરી મૂકો, પછી તેમા શ્રીખંડ મૂકો ઉપરથી ચોકલેટ મેજીક બોલ થી કવર કરીદો.
ઉપર એડીબલ ગ્લીટર છૂટવુ.
પછી ઉપર ગરમ ચોકલેટ ગનાસ નાખો એટલે બોલ બ્લાસ્ટ થાશે પછી સર્વ કરો. - 6
- 7
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ (6)