ચોખા ના પાપડ (Chokha Papad Recipe in Gujarati)

#KS4
અડદ ના પાપડ તો આપણે ખાતા જ હોઈ એ છીએ પરંતુ ઘર ના બનાવેલા ચોખા ના પાપડ નો સ્વાદ જ કંઈક અનેરો હોય છે.
ચોખા ના પાપડ (Chokha Papad Recipe in Gujarati)
#KS4
અડદ ના પાપડ તો આપણે ખાતા જ હોઈ એ છીએ પરંતુ ઘર ના બનાવેલા ચોખા ના પાપડ નો સ્વાદ જ કંઈક અનેરો હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો દોઢ વાટકી ચોખા નો લોટ લેવો અને તેનાથી ડબલ એટલે કે ત્રણ વાટકી પાણી લેવુ પછી એક તપેલીમાં પાણી ઉકાળવા મુકવું
- 2
પાણી મા જીરું નાખી ને ખુબ જ ઉકાળો
- 3
પાણી ઉકળી જાય પછી તેમાં પાપડ નો ખારો અને મીઠું નાખવાનું
- 4
હવે ધીરે ધીરે ચોખા નો લોટ નાખતા જવાનો
- 5
લોટ નાખતી વખતે તેને વેલણ થી ધીરે ધીરે હલાવતા રહેવાનું
- 6
ખીચુ તૈયાર થાય એટલે તેને એક ચારણી મા કાઢી લેવાનું
- 7
હવે તેને સ્ટીમ થવા માટે દસ મિનિટ માટે મુકી દેવુ
- 8
ખીચુ તૈયાર થાય એટલે તેમાં થોડું તેલ નાખી ને ખુબ મસળવુ
- 9
ખીચુ મસળાઈ જાય પછી તેના લુવા બનાવવા
- 10
લુવા ને પ્લાસ્ટીક ની થેલી વચ્ચે રાખીને વણી લેવુ જેથી પાપડ એક દમ પતલો વણાઈ
- 11
હવે પાપડ વણી ને તેને આપણે એક પ્લાસ્ટીક મા સુકવવાના
- 12
પછી આપણે પાપડ ને તડકે સુકવવા મુકશુ જેથી પાપડ એક દમ સુકાઈ જાય
- 13
પછી બીજા દિવસે ફરી પાપડ ને તડકે મુકવાના જેથી તે એકદમ સુકાઈ જાય
- 14
પછી પાપડ જયારે એકદમ સુકાઈ જાય પછી આપણે એને તેલ મા તળવા હોય તો તળી શકીએ અને શેકવા હોય તો શેકી શકીએ છીએ.
- 15
તો તૈયાર છે આપણા સ્વાદિષ્ટ ચોખા ના પાપડ
Keywords
Similar Recipes
More Recipes




























ટિપ્પણીઓ (4)