મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Mumbai Masala Toast Sandwich Recipe In Gujarati)

આજે આપણે બનાવીશું મુંબઈની ફેમસ મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવીચ. મુંબઈમાં આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ ખુબજ ફેમસ છે. અને આ સેન્ડવીચ ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. હું આ રેસિપી તમારી સાથે શેર કરવા માંગુ છું. તો ચાલો આજની મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવીચ ની રેસીપી શરૂ કરીએ.
#CT

રાંધવાની સૂચનાઓ
- 1
મુંબઈ ની ફેમસ મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવીચ બનાવવા માટે સૌપ્રથમ બ્રેડ અને ચીઝ સ્લાઈસ લો. ત્યારબાદ બધા વેજિટેબલ્સ ને ઝીણા સમારી લો.હવે એક બ્રેડ પર બટર સારી રીતે સ્પ્રેડ કરો. હવે બ્રેડ પર ગ્રીન ચટણી સ્પ્રેડ કરો.
- 2
હવે બ્રેડ ઉપર બધા વેજિટેબલ્સ મૂકો. ત્યારબાદ બધા મસાલા અને સ્વાદ અનુસાર મીઠું સ્પ્રિંકલ કરો. એક ચીઝ સ્લાઈસ બ્રેડ પર મૂકો. હવે બીજી બ્રેડ લઈને તેના ઉપર બટર લગાવીને બ્રેડ ઉપર મૂકી દો. આજ રીતે બીજી બ્રેડ પણ તૈયાર કરી લો.
- 3
હવે એક તવો ગરમ કરો તવા ઉપર બટર મૂકી બધી બાજુ સ્પ્રેડ કરો. હવે તેના ઉપર બ્રેડ મૂકો અને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય એ રીતે શેકી લો. આ રીતે બીજી બ્રેડ શેકી લો.
- 4
આપણી ગરમાગરમ મસાલા ટોસ્ટ સેન્ડવીચ તૈયાર છે. હવે મસાલા ટોસ્ટ સેન્ડવીચ ના ૪ પીસ કરીને એક પ્લેટમાં સર્વ કરો. હવે તેની ઉપર બારીક સેવ સ્પ્રિંકલ કરો. તો મુંબઈ ફેમસ મસાલા ટોસ્ટ સેન્ડવીચ સર્વ કરવા માટે તૈયાર છે. તમે આ સેન્ડવીચ ને લીલી ચટણી, લસણની ચટણી, અને ટોમેટો કેચપ સાથે સર્વ કરી શકો છો. આ સેન્ડવીચ નાના તથા મોટા ખૂબ જ આનંદથી ખાય છે. તો તમે મારી મુંબઈ ની ફેમસ મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવીચ ની આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરો અને આનંદ માણો.
Keywords
Similar Recipes
More Recipes
- રાજકોટની લીલી ચટણી (Rajkot Famous Green Chutney Recipe In Gujarati)
- ભેળ કચોરી (Bhel Kachori Recipe In Gujarati)
- ભેળ ની સૂકી ચટણી (Dry Chutney For Bhel Recipe In Gujarati)
- કુકી એન્ડ ક્રીમ આઇસ્ક્રીમ(Cookie & Cream Ice-cream Recipe In Gujarati
- ફ્રેશ ચીકુ આઇસ્ક્રીમ(Fresh Chiku Ice-cream Recipe In Gujarati)

ટિપ્પણીઓ (6)