પંચ રત્ન રાજસ્થાની દાળ (Panchratna Rajasthani Dal Recipe In Gujarati)

#AM1
પંચરત્ન દાળ એ રાજસ્થાની દાળ છે આ દાળ પાંચ પ્રકારની દાળને મિક્સ કરીને બનાવાય છે તેમાં મગની દાળ ચણાની દાળ મસૂરની દાળ તુવેરની દાળ અને અડદની દાળનો ઉપયોગ થાય છે આજે હું પંચરત્ન દાળ ની રેસિપી શેર કરીશ

રાંધવાની સૂચનાઓ
- 1
બધી દાળ ને કુકરમાં નાખી પાણી નાંખી ચાર-પાંચ સીટી કરી બાફી લેવી
- 2
આદુ-લસણની પેસ્ટ કરવી ડુંગળી તથા લીલા મરચા ને ઝીણા સમારવા ટામેટા ને ખમણી લેવું
- 3
હવે એક પેનમાં તેલ મૂકી જીરુ લીમડાના પાન અને હીંગનો વઘાર કરવો ત્યાર પછી તેમાં આદુ લસણની પેસ્ટ લીલા મરચાં નાખવા
- 4
ત્યાર પછી તેમાં સમારેલી ડુંગળી નાખવી તેમાં મીઠું નાખવું ડુંગળીને બરાબર સંતળાવા દેવી ત્યાર પછી તેમા ખમણેલું ટમેટું નાખો બધુ બરાબર સંતળાવા દેવુ
- 5
પછી તેમાં બાફેલી દાળ નાખવી હળદર ધાણાજીરૂ અને લાલ મરચું નાખી બરાબર ઉકળવા દેવી પંચરત્ન દાળ તૈયાર છે
- 6
હવે તડકા માટે એક વાસણમાં તેલ મૂકી જીરું તથા લાલ સુકા મરચા નો વઘાર કરવો પછી તેમાં લાલ મરચું પાઉડર નાખવો આ તડકાને દાળ પર રેડી દેવો ઉપરથી કોથમીર નાંખવી તૈયાર છે સ્વાદિષ્ટ પંચ રત્ન રાજસ્થાની દાળ
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (20)