સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એકવારમાં છાલ ઉતારી અને મીઠું નાખીને બટાકા બાફવા મુકી દો પછી એક ખાંડણીમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ બનાવી લો ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ મૂકો
- 2
પછી તેમાં હિંગ અને ચપટી હળદર નાખીને લીલા વટાણા આદુ-મરચાની પેસ્ટ નાખી દો પછી ઝીણી સમારેલી ડુંગળી અને ઝીણા સમારેલા ટામેટાં પણ ઉમેરી દો
- 3
પછી તેમાં મીઠું અને મરચાની ભૂકી ભૂકી ઉમેરીને બરાબર હલાવી નાખો અને તેની ચડવા દો જ્યાં સુધી વટાણા ચડી જાય ત્યાં સુધી તેને ધીમા તાપે ચડવા દો
- 4
ત્યારબાદ તેમાં ગરમ મસાલો ઉમેરીને હલાવી નાખો હવે બાફેલા બટેટાનો માવો બનાવી લો તેને પણ તે કડાઈમાં ઉમેરી દો
- 5
બરાબર મિક્સ કરી પછી તેમાં ખાંડ અને લીંબુનો ઉમેરીને સેન્ડવીચ મસાલો તૈયાર કરી લો
- 6
ત્યારબાદ બ્રેડમાં મસાલો લગાડીને સેન્ડવીચ ના મશીન માં મૂકીને શેકી લો તો તૈયાર છે બ્રેડ સેન્ડવીચ જેને ચટણી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14824207





















ટિપ્પણીઓ (4)